Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Rajya Sabha proceedings adjourned till July 27, 'Vande Mataram Bill' introduced amid uproar

VIDEO: રાજ્યસભાની કાર્યવાહી 27 જુલાઈ સુધી સ્થગિત, ભારે હંગામા વચ્ચે 'વંદે માતરમ્ બિલ' રજૂ કરાયું

Timeછેલ્લું અપડેટ : 24 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દિવસેને દિવસે વ્યાપક બની રહેલા NEET પેપર લીક વિવાદ અને વિદ્યાર્થીઓના આક્રોશ વચ્ચે સંસદના ઉચ્ચ ગૃહ રાજ્યસભામાં ભારે હંગામો જોવા મળ્યો છે. એક તરફ રસ્તાઓ પર વિદ્યાર્થીઓનો ગુસ્સો શાંત થવાનું નામ નથી લઈ રહ્યો, તો બીજી તરફ કેન્દ્ર સરકાર હવે પરિસ્થિતિ પર કાબૂ મેળવવા અને 'ડેમેજ કન્ટ્રોલ' કરવાના પ્રયાસોમાં લાગી ગઈ છે. સરકારે સોનમ વાંગચુકના અનશનનો અંત લાવીને સ્થિતિ સંભાળવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ કોંગ્રેસ અને CJP સહિતનો સમગ્ર વિપક્ષ હજુ પણ આંદોલનના મોડમાં છે. રાજ્યસભામાં ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે વિપક્ષોની ધમાલને પગલે રાજ્યસભા 27 જુલાઈ સુધી સ્થગિત કરાઈ છે.

App Store

હંગામા વચ્ચે ગૃહરાજ્ય મંત્રીએ રજૂ કર્યું 'વંદે માતરમ્ બિલ'

રાજ્યસભાની કામગીરી ફરી શરૂ થતાં જ વિપક્ષી સભ્યોએ ભારે હોબાળો મચાવ્યો હતો. આ તીવ્ર હંગામા વચ્ચે કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે ગૃહમાં  'રાષ્ટ્ર ગૌરવ અપમાન નિવારણ (સુધારા) વિધેયક 2026' રજૂ કર્યું હતું, જેને સામાન્ય ભાષામાં 'વંદે માતરમ્ બિલ' તરીકે પણ ઓળખવામાં આવે છે. વિપક્ષી દળો દ્વારા આ બિલનો પણ જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો. બિલ રજૂ કરતી વખતે વિપક્ષના વિરોધ સામે આકરા પ્રહારો કરતા ગૃહરાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું હતું કે, "જે લોકો આ વિધેયકનું અપમાન કરી રહ્યા છે, તેઓ વાસ્તવમાં ગૃહને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યા છે." તેમણે સ્પષ્ટ કર્યું કે આ બિલ રાષ્ટ્રના સન્માન સાથે જોડાયેલું છે.

રાજ્યસભા 27 જુલાઈ સુધી સ્થગિત

NEET પેપર લીકની ઘટનાઓ, વિદ્યાર્થીઓના આંદોલન અને નવા રજૂ કરાયેલા બિલને લઈને વિપક્ષના સતત વિરોધ અને સૂત્રોચ્ચારને કારણે ગૃહની કાર્યવાહી યોગ્ય રીતે ચાલી શકી નહોતી. અંતે, સભાપતિએ રાજ્યસભાની કામગીરીને 27 જુલાઈ સુધી સ્થગિત કરવાની જાહેરાત કરી હતી.