Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : "Strongest action will be taken against the culprits", PM Modi's late night video message on paper leak

VIDEO: "દોષિતો સામે થશે સૌથી સખત કાર્યવાહી", પેપર લીક મામલે PM મોદીનો મોડી રાત્રે વિડિયો સંદેશ

Timeછેલ્લું અપડેટ : 24 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

નવી દિલ્હી: દેશમાં ચાલતા વિરોધ પ્રદર્શનો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોડી રાત્રે દેશના વિદ્યાર્થીઓને ઉદ્દેશીને એક મહત્વપૂર્ણ વીડિયો સંદેશ આપ્યો છે. PM મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "પેપર લીક એ કોઈ સામાન્ય બાબત નથી. તેનાથી દેશના લાખો વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતાને ભારે પીડા થાય છે."

App Store

છેલ્લાં ૨.૫ મહિનામાં સરકારે લીધા મોટા નિર્ણયો

વડાપ્રધાને જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી પેપર લીકની ઘટનાઓ સામે સરકારે કડક પગલાં લીધાં છે.

  • દોષિતોની અટકાયત કરીને તેમને જેલ ભેગા કરવામાં આવ્યા છે.

  • વિદ્યાર્થીઓનું વર્ષ બગાડ્યા વિના 22 લાખ જેટલા વિદ્યાર્થીઓની પરીક્ષાઓ શાંતિપૂર્ણ રીતે યોજવામાં આવી.

  • 19 તારીખે પરીક્ષાના પરિણામો પણ જાહેર કરી દેવામાં આવ્યા છે.

દોષિતો માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ અને કડક સજાનો પ્રસ્તાવ

PM મોદીએ સ્પષ્ટ કર્યું કે સરકાર આટલી કાર્યવાહીથી અટકવાની નથી. તેમણે સંબંધિત વિભાગોને પેપર લીકના કેસો માટે 'ફાસ્ટ ટ્રેક કોર્ટ' (Fast Track Court) બનાવવાના નિર્દેશ આપ્યા છે. વિભાગોએ મોડી રાત્રે તેનો મુસદ્દો (Draft) તૈયાર કરીને વડાપ્રધાનને સોંપી દીધો છે.

આ પ્રસ્તાવમાં દોષિતો માટે અત્યંત કડક સજાની જોગવાઈ કરવામાં આવી છે.

આજે કેબિનેટ બેઠકમાં થશે ચર્ચા, સોમવારે સંસદમાં બિલ રજૂ થશે

  • શુક્રવારે યોજાનારી કેબિનેટ બેઠકમાં આ કાયદાના પ્રસ્તાવ પર વિસ્તૃત ચર્ચા થશે.

  • સોમવારથી શરૂ થતા સંસદના બીજા સત્રમાં આ વિધેયક (Bill) પાસ કરાવવાનો પ્રયાસ કરાશે.

ઉચ્ચ શિક્ષણ વિભાગ (Education Department)માં મોટો ફેરફાર

આ ઘટનાક્રમ વચ્ચે કેન્દ્ર સરકારે શિક્ષણ વિભાગમાં મોટો ફેરફાર કર્યો છે. વરિષ્ઠ IAS અધિકારી વિનીત જોશીને ઉચ્ચ શિક્ષણ વિભાગના સચિવ પદેથી હટાવીને પંચાયતી રાજ મંત્રાલયમાં ખસેડવામાં આવ્યા છે. તેમના સ્થાને નરેશ પાલ ગંગવારને ઉચ્ચ શિક્ષણ વિભાગના નવા સચિવ બનાવવામાં આવ્યા છે.