VIDEO: તાપી જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદના કારણે નુકસાનના દ્રશ્યો સામે આવ્યા
સોર્સ : gstv
તાપી જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદના કારણે નુકસાનના દ્રશ્યો સામે આવ્યા છે. વ્યારા થી નાની ચીખલી ગામને જોડતા માર્ગ પર પાણી ફરી વળ્યા હતા. પાણી ઉતરી ગયા બાદ રસ્તાની ભયાનક સ્થિતિ જોવા મળી છે. ડામરના પોપડા ઉખડી ગયા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ભારે વરસાદ અને પાણીના કારણે રસ્તો નુકસાનીનો ભોગ બન્યો છે. સુરક્ષાના ભાગરૂપે આ માર્ગને હાલમાં બંધ કરવામાં આવ્યો છે. વહીવટી તંત્રે સ્થાનિકોને આ માર્ગનો ઉપયોગ ન કરવા સૂચના આપી છે. જિલ્લામાં વરસાદનું જોર હજુ યથાવત્ છે.

