VIDEO:PoKમાં મોંઘવારીનો જ્વાળામુખી: વિરોધ પ્રદર્શનો હિંસક બનતા 12ના મોત, સુરક્ષા દળો તૈનાત
પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં મોઘવારી મુદ્દે લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. વધતી મોંઘવારી, જીવન જરૂરી વસ્તુના ઊંચા ભાવ અને વીજળીના આસમાને પહોંચેલા બિલો સામે સંયુક્ત આવામી એક્શન કમિટીદ્વારા અપાયેલા વિરોધ પ્રદર્શનોએ હિંસક વળાંક લીધો છે. મીરપુર, ભીંબર અને મુઝફ્ફરાબાદ સહિતના પ્રદેશોમાં હજારો પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે, જ્યાં સુરક્ષા દળો અને નાગરિકો વચ્ચે સીધી અથડામણ થતા અત્યાર સુધીમાં અંદાજે 11 થી 12 લોકોના મોત થયા છે અને 100થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. પાકિસ્તાન સરકારે સ્થિતિ પર કાબૂ મેળવવા માટે અર્ધલશ્કરી દળો તૈનાત કર્યા છે અને અનેક વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી છે. સરકાર દ્વારા આ સંગઠન પર પ્રતિબંધ મૂકવાની અને કાર્યકરોની અટકાયત કરવાની કાર્યવાહી છતાં, જનતાનો આક્રોશ યથાવત છે અને સમગ્ર PoKમાં હાલ સજ્જડ બંધ અને તણાવપૂર્ણ માહોલ પ્રવર્તી રહ્યો છે.

