જમ્મુ-કાશ્મીર: રાજૌરીના નૌશેરા સેક્ટરમાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, બે આતંકવાદીઓને સુરક્ષાદળોએ માર્યા ઠાર
જમ્મુ-કાશ્મીરથી એક મોટા સમાચાર આવી રહ્યા છે. રાજૌરીના નૌશેરા સેક્ટરમાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ કરવ

જમ્મુ-કાશ્મીરથી એક મોટા સમાચાર આવી રહ્યા છે. રાજૌરીના નૌશેરા સેક્ટરમાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ કરવામાં આવ્યો છે. વ્હાઇટ નાઈટ કોર્પ્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી આપી હતી. ગુપ્તચર એજન્સીઓ અને પોલીસ પાસેથી મળેલી સંભવિત ઘૂસણખોરીની માહિતીના આધારે ભારતીય સેનાએ 8 સપ્ટેમ્બરની રાત્રે નૌશેરાના લામ વિસ્તારમાં ઘૂસણખોર કરી રહેલા આતંકીઓ વિરુદ્ધ ઓપરેશન શરૂ કર્યું હતું.
બે આતંકવાદીઓ સાથે અથડામણ થઈ હતી. આ અથડામણમાં સુરક્ષાદળોએ બન્ને આતંકીઓને ઠાર માર્યા હતા. તેમની પાસેથી માત્રામાં દારૂગોળો મળી આવ્યો હતો. વિસ્તારમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે.
જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી ક્યારે?
ચૂંટણી પહેલા ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવવાને મોટી સફળતા માનવામાં આવી રહી છે. જમ્મુ-કાશ્મીરમાં 90 વિધાનસભા બેઠકો માટે 18 સપ્ટેમ્બર, 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરે ત્રણ તબક્કામાં મતદાન થશે. ચૂંટણીના પરિણામો 8 ઓક્ટોબરે જાહેર થશે.






