Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : India's response to Trump, accusing the US President of this and also taking a dig at the European Union

ભારતનો ટ્રમ્પને વળતો જવાબ, અમેરિકી પ્રમુખ પર આ આક્ષેપ મૂકી યુરોપિયન યુનિયનને પણ આડે હાથ લીધું

Timeછેલ્લું અપડેટ : 05 Aug 2025
લાઇવ ટીવીGoogle News
ભારતનો ટ્રમ્પને વળતો જવાબ, અમેરિકી પ્રમુખ પર આ આક્ષેપ મૂકી યુરોપિયન યુનિયનને પણ આડે હાથ લીધું
સોર્સ : Google

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતથી થતા આયાતી માલ પર ૨૫ ટકા જેટલો ટેરિફ લાદવાના લીધેલા નિર્ણય સામે ભારતે તેમને જવાબ આપ્યો છે. ભારત રશિયા પાસેથી તેલ ખરીદે તેને યુક્રેન યુદ્ધમાં આડકતરી રીતે સહાય કરી રહ્યું છે, ટ્રમ્પના આ વિધાનોને ફગાવી દેતાં ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ટ્રમ્પ ઉપર બેવડાં ધોરણ અપનાવવાનો આક્ષેપ મુક્યો છે. સાથે કહ્યું છે કે, અમારે અમારા ૧ અબજ ૪૦ કરોડ નાગરિકોની સુવિધા પણ લક્ષ્યમાં રાખવી જોઈએ. તેમાં રાજકીય વાતો વચ્ચે ન આવે, આ આર્થિક પરિસ્થિતિ જે કેન્દ્રમાં રાખવી પડે.

App Store

આ સાથે વિદેશ મંત્રાલયે ટ્રમ્પે ૧ ઓગસ્ટથી લાદેલા ૨૫ જેટલા ભારે ટેરિફની પણ ઊગ્ર ટીકા કરી હતી. ટ્રમ્પે તેમ પણ કહ્યું હતું કે, ભારત રશિયા પાસેથી સસ્તા ભાવે તેલ ખરીદીને માર્કેટમાં ઊંચા ભાવે વેચે છે. તેવા આક્ષેપને પણ વિદેશ મંત્રાલયે હાસ્યાસ્પદ અને અર્થહીન કહ્યા હતા.

તો યુરોપીયન યુનિયન ઉપર ભારે ટેરિફ કેમ નથી લગાડાતો ?

વિદેશ મંત્રાલયનાં નિવેદનમાં વધુમાં જણાવાયું હતું કે અમેરિકા અને યુરોપીય યુનિયન અકારણ ભારતને નિશાન બનાવે છે. વાસ્તવમાં ભારત તો યુક્રેન યુદ્ધ શરૂ થયું તે પહેલાંથી રશિયા પાસેથી ક્રૂડ ખરીદતું રહ્યું છે. બીજી તરફ યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી પણ યુરોપીય યુનિયનનો રશિયા સાથેનો વ્યાપાર, માલ ખરીદીની દ્રષ્ટિએ ૨૦૨૩માં ૬૭.૫ બિલિયન યુરો સુધી પહોંચ્યો છે. અને સર્વિસીઝ ખરીદી ૧૭.૨ બિલિયન ડોલર સુધી પહોંચી છે. એલ.એન.જી.ની ખરીદી અંગે વિદેશ મંત્રાલયના નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે ૨૦૨૨માં તેની ખરીદી ૧૫.૨૧ બિલિયન ડોલર હતી. જે ૨૦૨૪માં વધીને ૧૬.૫ બિલિયન ટન થઈ હતી. તો યુરોપીય યુનિયન ઉપર ભારે ટેરિફ કેમ નથી લગાડાતો ?

 અમેરિકા જ રશિયા પાસેથી અનેક વસ્તુઓ ખરીદે છે 

આ નિવેદનમાં વિદેશ મંત્રાલયે  ટ્રમ્પ ઉપર જ પ્રહારો કરતાં જણાવ્યું હતું કે ટ્રમ્પ એક તરફથી રશિયન તેલ ખરીદવા માટે ભારતીય આયાત ઉપર ૨૫ ટકા ટેરિફની વાત કરે છે. પરંતુ અમેરિકા જ રશિયા પાસેથી તેના પરમાણુ આધારિત ઉદ્યોગો માટે રશિયા પાસેથી યુરેનિયમ, હેકઝાફલોરાઈડ, ઇલેક્ટ્રિક વ્હીકલ સેક્ટર માટે પેલેડીયમ, તેમજ ફર્ટિલાઇઝર્સ અને કેમિકલ્સ ખરીદે છે. આથી સ્પષ્ટ થઈ જાય છે કે અમેરિકા બેવડાં ધોરણો જ અપનાવે છે. ભારતે તેના ૧ અબજ ૪૦ કરોડ નાગરિકોની સુવિધા લક્ષ્યમાં રાખવી જ જોઈએ. તે તેમણે યાદ રાખવું જ પડે.