Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : India's AI warplane 'Kaal Bhairav'; will be built in Europe

ભારતનું AI યુદ્ધ વિમાન ‘કાલ ભૈરવ’; ચીન-પાકિસ્તાનની વધારશે ચિંતા, યુરોપમાં થશે નિર્માણ

Timeછેલ્લું અપડેટ : 15 May 2026
લાઇવ ટીવીGoogle News
ભારતનું AI યુદ્ધ વિમાન ‘કાલ ભૈરવ’; ચીન-પાકિસ્તાનની વધારશે ચિંતા, યુરોપમાં થશે નિર્માણ
સોર્સ : gstv

ભારતનું પ્રથમ કૃત્રિમ બુદ્ધિ આધારિત યુદ્ધ વિમાન (AI Combat Aircraft) ‘કાલ ભૈરવ’ હવે યુરોપના દેશ પોર્ટુગલ (Portugal)માં બનાવવામાં આવશે. ભારતીય AI વૉરફેર કંપની FWDA અને પોર્ટુગલની જાણીતી એરોસ્પેસ કંપની SKETCHPIXEL વચ્ચે આ માટે મહત્વપૂર્ણ કરાર (Agreement) થયો છે.

App Store

માહિતી અનુસાર SKETCHPIXEL કંપની ફાઇટર જેટ માટેના સિમ્યુલેશન સિસ્ટમ (Simulation System) વિકસાવવામાં નિષ્ણાત માનવામાં આવે છે. કરાર મુજબ પોર્ટુગલની કંપની સિમ્યુલેશન ટેક્નોલોજી પર કામ કરશે, જ્યારે ભારતીય કંપની FWDA ઓટોનોમસ સિસ્ટમ (Autonomous System) અને એરફ્રેમ ડિઝાઇન (Airframe Design) તૈયાર કરશે.

AI ટેક્નોલોજીથી સજ્જ હશે ‘કાલ ભૈરવ’

આ અત્યાધુનિક વિમાનમાં નેવિગેશન (Navigation), ટાર્ગેટ સિલેક્શન (Target Selection) અને હુમલા માટેની સિસ્ટમ સંપૂર્ણપણે AI આધારિત હશે. નિષ્ણાતોના મત મુજબ ભવિષ્યના યુદ્ધોમાં ડ્રોન (Drone Warfare) અને AI ટેક્નોલોજીનું મહત્વ ઝડપથી વધી રહ્યું છે.

યુક્રેન-રશિયા યુદ્ધ (Ukraine-Russia War) અને અમેરિકા-ઈરાન વચ્ચેના તણાવ દરમિયાન પણ ડ્રોન દ્વારા મોટા હુમલાઓ કરવામાં આવ્યા હતા. આ જ કારણસર ભારતનું રક્ષા મંત્રાલય (Defence Ministry) હવે MALE ડ્રોન (Medium Altitude Long Endurance Drone) ખરીદવા પર પણ વિચારણા કરી રહ્યું છે.

શું હશે વિમાનની ક્ષમતા?

‘કાલ ભૈરવ’ AI વિમાન લગભગ 3000 કિલોમીટર સુધીની રેન્જ (Range) ધરાવશે અને સતત 30 કલાક સુધી ઉડાન ભરવાની ક્ષમતા રાખશે. તેમાં AI આધારિત કો-ઓર્ડિનેશન સિસ્ટમ (Coordination System) અને સ્માર્ટ ટાર્ગેટિંગ ટેક્નોલોજી હશે.

વિમાનની મુખ્ય ખાસિયતો

* પેલોડ ક્ષમતા (Payload Capacity): 91 કિલોગ્રામ
* મહત્તમ ઉડાન સમય: 30 કલાક
* યુદ્ધ સ્થિતિમાં ઉડાન: અંદાજે 11 કલાક
* ઉડાન ઊંચાઈ: 15 હજાર ફૂટ
* ક્રૂઝ સ્પીડ (Cruise Speed): 42 મીટર પ્રતિ સેકન્ડ
* કુલ રેન્જ: 3000 કિલોમીટર

રક્ષા નિષ્ણાતો માને છે કે ‘કાલ ભૈરવ’ ભારતની ડિફેન્સ ટેક્નોલોજી (Defence Technology) માટે મોટું પગલું સાબિત થઈ શકે છે અને ભવિષ્યના AI આધારિત યુદ્ધમાં દેશને મજબૂત બનાવશે.