Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Indian Railways: Special trains will run between Mumbai Central-New Delhi and Bandra Terminus-Amritsar

Indian Railways: મુંબઈ સેન્ટ્રલ–નવી દિલ્હી અને બાંદ્રા ટર્મિનસ - અમૃતસર વચ્ચે સ્પેશ્યલ ટ્રેનો દોડશે

Timeછેલ્લું અપડેટ : 21 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Indian Railways: મુંબઈ સેન્ટ્રલ–નવી દિલ્હી અને બાંદ્રા ટર્મિનસ - અમૃતસર વચ્ચે સ્પેશ્યલ ટ્રેનો દોડશે
સોર્સ : GSTV

 Indian Railways: નવું વર્ષ શરૂ થવા આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ભારતીય રેલવે નવી ટ્રેનોની જાહેરાત કરી છે. આ ઉપરાંત ડિસેમ્બરના તહેવારોને લઈ લોકો ફરવા જાય માટે રેલવે વિભાગ તરફથી આ અંગેની જાહેરાત કરવામાં આવી છે.

App Store

મુંબઈ સેન્ટ્રલ – નવી દિલ્હી સુપરફાસ્ટ સ્પેશ્યલ તા. 21, 24, 27 અને 30 ડિસેમ્બરે રાત્રે 11:30 વાગ્યે મુંબઈ સેન્ટ્રલથી પ્રસ્થાન કરી બીજા દિવસે રાત્રે 8 :50 વાગ્યે નવી દિલ્હી પહોંચશે, જ્યારે નવી દિલ્હી-મુંબઈ સેન્ટ્રલ તા. 20, 23, 26 અને 29 ડિસેમ્બરે નવી દિલ્હીથી રાત્રે 10 :40 વાગ્યે ઉપડશે. અને બીજા દિવસે રાત્રે 9 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે.

બાંદ્રા ટર્મિનસ - અમૃતસર સુપરફાસ્ટ સ્પેશલ તા. 24 અને 28 ડિસેમ્બરે બપોરે 2 વાગ્યે બાંદ્રા ટર્મિનસથી ઉપડશે અને બીજા દિવસે રાત્રે 8:30 વાગે અમૃતસર પહોંચશે. જ્યારે અમૃતસર-બાંદ્રા ટર્મિનસ તા. 23 અને 27 ડિસેમ્બરે અમૃતસરથી સવારે 4:20 કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સવારે 11 વાગ્યે બાંદ્રા બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેનો બંને દિશામાં બોરીવલી, સુરત, વડોદરા, રતલામ, કોટા વગેરે સ્ટેશનો પર રોકાશે.