જમ્મુ-કાશ્મીર: અનંતનાગમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 2 આતંકવાદીઓ ઠાર
જમ્મુ-કાશ્મીરમાં શનિવારે સવારથી સેના અને આતંકવાદીઓ વચ્ચે બે અલગ-અલગ એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. અનંતનાગ

જમ્મુ-કાશ્મીરમાં શનિવારે સવારથી સેના અને આતંકવાદીઓ વચ્ચે બે અલગ-અલગ એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. અનંતનાગમાં સુરક્ષાદળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા છે, જ્યારે શ્રીનગરના ખાનયારમાં સુરક્ષા દળોએ બેથી ત્રણ આતંકવાદીઓને ઘેરી લીધા છે.
અહીં રહીને રહીને ગોળીબાર ચાલુ છે. આનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં સુરક્ષા દળો છુપાયેલા આતંકીઓ શોધીને તેમને ઘેરી લેતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં ગોળીબાર અને વિસ્ફોટનો અવાજ પણ સંભળાય છે.
જણાવવામાં આવી રહ્યું છે કે ખાનયારમાં એક ટોચના બિન-સ્થાનિક કમાન્ડર સહિત લશ્કરના 2 થી 3 આતંકીઓને સુરક્ષા દળોએ ઘેરી લીધા છે. પોલીસ અને CRPFનું સંયુક્ત ઓપરેશન ચાલી રહ્યું છે.






