રાજસ્થાનના બાડમેરમાં મોટી દુર્ઘટના, ભારતીય વાયુસેનાનું UAV વિમાન થયું ક્રેશ
ભારતીય વાયુસેનાનું એક જાસૂસી વિમાન ગુરુવારે સવારે રાજસ્થાનના જેસલમેર જિલ્લાના એક ગામમાં ક્રેશ થયું હતું. આ દુર્ઘટનાની

ભારતીય વાયુસેનાનું એક જાસૂસી વિમાન ગુરુવારે સવારે રાજસ્થાનના જેસલમેર જિલ્લાના એક ગામમાં ક્રેશ થયું હતું. આ દુર્ઘટનાની માહિતી મળતાં જ જિલ્લા પ્રશાસનની સાથે વાયુસેનાના અધિકારીઓ પણ જિલ્લા મુખ્યાલયથી 30 કિલોમીટર દૂર રોઝાની ધાની જજિયા ગામે પહોંચ્યા હતા. હાલ ફાયર બ્રિગેડની ટીમે રિકોનિસન્સ એરક્રાફ્ટના કાટમાળમાં લાગેલી આગને કાબૂમાં લીધી છે. જો કે આ દુર્ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિની માહિતી સામે આવી નથી.
વાયુ સેનાના ટોહી વિનાનમાં પાઈલટ હોતા નથી, તેને રિમોટ કંટ્રોલ દ્વારા ઓપરેટ કરવામાં આવે છે. આ વિમાનનો ઉપયોગ સરહદી વિસ્તારમાં જાસૂસી ગતિવિધિઓ પર નજર રાખવા માટે થાય છે. જેસલમેરના પિથલા ગામ પાસે આ પ્લેન જોરદાર ધમાકા સાથે ક્રેશ થયું હતું. જોરદાર વિસ્ફોટ સાંભળતા જ આસપાસના લોકો પ્લેન ક્રેશ સ્થળે પહોંચી ગયા હતા. વિમાન દુર્ઘટના બાદ કોઈ જાનહાનિ અંગે કોઈ માહિતી નથી. અકસ્માતનું કારણ જાણવા માટે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીની રચના કરવામાં આવી છે.
કેરળમાં વર્ષ 2020માં મોટી પ્લેન દુર્ઘટના ઘટી હતી. જેમાં 18 લોકોએ જીવ ગુમાવ્યા હતા. વિમાનમાં 184 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર હતા, 149 લોકો ઘાયલ થયા હતા. આ પ્લેન દુર્ઘટના રનવે પરથી ઉતરી જવાને લીધે થઈ હતી. વંદે ભારતના મિશન અંતર્ગત આ પ્લેન સાઉદી અરેબિયાથી પરત ફરી રહ્યું હતું.
જાન્યુઆરી 2018 માં, પવન હંસ હેલિકોપ્ટર દુર્ઘટના ગ્રસ્ત થયું હતું, જે ONGCના વરિષ્ઠ અધિકારીઓને લઈ જતું હતું. આ અકસ્માત મુંબઈના દરિયાકાંઠે થયો હતો. મે 2010માં એર ઈન્ડિયાનું વિમાન મેંગલોર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં 158 લોકોના મોત થયા હતા. જુલાઈ 2000માં, એલાયન્સ એરલાઈન્સનું એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું.






