મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

યૂક્રેન-રશિયા યુદ્ધમાં ભારત બનશે મધ્યસ્થ, NSA અજીત ડોભાલની રશિયામાં મહત્ત્વની બેઠક

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને હાલમાંજ યુક્રેન સાથે શાંતિ વાર્તાને લઈને કહ્યું હતું કે ભારત, ચીન

યૂક્રેન-રશિયા યુદ્ધમાં ભારત બનશે મધ્યસ્થ, NSA અજીત ડોભાલની રશિયામાં મહત્ત્વની બેઠક

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને હાલમાંજ યુક્રેન સાથે શાંતિ વાર્તાને લઈને કહ્યું હતું કે ભારત, ચીન અને બ્રાઝિલ મધ્યસ્થની ભૂમિકા ભજવી શકે છે, પુતિન પછી ઈટલીના પ્રધાનમંત્રી જોર્જિયા મેલોનીએ પણ કહ્યું હતું કે ભારત રશિયા-યુક્રેન યુદ્ધને ખત્મ કરવામાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવી શકે છે. આ વચ્ચે ખબર આવી છે કે NSA અજીત ડોભાલ આવતા અઠવાડિયે રશિયાની મુલાકાતે જવાના છે. 

 કઝાનમાં યોજાનારી સમિટ પહેલા BRICS NSAની બેઠકમાં ભાગ લેશે

જ્યાં તેઓ ઓક્ટોબરમાં કઝાનમાં યોજાનારી સમિટ પહેલા BRICS NSAની બેઠકમાં ભાગ લેશે. જાણકારી અનુસાર, આ દરમિયાન ડોભાલ રશિયા-યુક્રેન સંઘર્ષને ઉકેલવા માટે પણ ચર્ચા કરી શકે છે. આ મુલાકાત દરમિયાન તેઓ તેમના ચીની સમકક્ષ સાથે અલગથી મુલાકાત કરે તેવી પણ શક્યતા છે.

જાણો શું કહ્યું હતું રશિયાના રાષ્ટ્રપતિએ

રશિયા-યુક્રેન વચ્ચે ફેબ્રુઆરી 2022થી યુદ્ધ ચાલી રહ્યું છે. સંખ્યાબંધ દેશોએ યુદ્ધ વિરામની અપીલ કરી ચૂક્યા છે. બે દિવસ પહેલા વ્લાદિમીર પુતિને પણ માન્યું હતું કે ભારત આ ક્ષેત્રમાં  ચાલી રહેલા સંકટનો ઉકેલ શોધવામાં ભારત મહત્વની ભૂમિકા ભજવી શકે છે. પુતિને ભારપૂર્વક જણાવ્યું હતું કે ઇસ્તંબુલ વાટાઘાટો દરમિયાન જે સમજૂતીઓ પર સહમતિ બની હતી અને જેનો અમલ થઈ શક્યો ન હતો, તે ભાવિ શાંતિ ચર્ચાનો આધાર બની શકે છે.

પુતિને ભારત સહિત યુક્રેન સંઘર્ષ પર તેમની સાથે સંપર્કમાં રહેલા ત્રણ દેશોના નામ આપ્યા અને કહ્યું કે તેઓ સંકટના ઉકેલ માટે નિષ્ઠાવાન પ્રયાસો કરી રહ્યા છે.

વ્લાદિમીર પુતિનની ખાસ ટિપ્પણી

વ્લાદિમીર પુતિનનું આ નિવેદન  રશિયા અને યુક્રેન બંનેની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ 'સંઘર્ષના વહેલા, સ્થાયી અને શાંતિપૂર્ણ ઉકેલને સમર્થન આપવા માટે ભારતની મક્કમ પ્રતિબદ્ધતા' પર ભાર મૂક્યાના થોડા અઠવાડિયા પછી આવી છે.   ઈટલીની પીએમ જોર્જિયા મેલોનીએ કહ્યું હતું કે યુક્રેન માટે તેમના સમર્થનમાંથી ક્યારેય પીછેહઠ કરી નથી. તેમણે કહ્યું કે તેમનો હેતુ યુક્રેનની રાષ્ટ્રીય અખંડિતતાના રક્ષણ માટે રચાયેલા નિયમોનું રક્ષણ કરવાનો છે.

આ સમાચાર શેર કરો