‘ચીન ખોટા પ્રયાસ કરે છે’, અરૂણાચલ પ્રદેશના 30 સ્થળોના નામ બદલવા પર ભારતે આપ્યો જવાબ
અરૂણાચલ પ્રદેશના 30 સ્થળોના ચીન દ્વારા નામ બદલવા પર ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે. વિદેશ મ

અરૂણાચલ પ્રદેશના 30 સ્થળોના ચીન દ્વારા નામ બદલવા પર ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે. વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું હતું કે અરૂણાચલ પ્રદેશ ભારતનું રાજ્ય હતું, છે અને ભવિષ્યમાં પણ રહેશે. વિદેશ મંત્રાલયે પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે.
વિદેશ મંત્રાલયે ચીન દ્વારા અરૂણાચલ પ્રદેશના નામ બદલવા પર આપી પ્રતિક્રિયા
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, “ચીન ભારતીય રાજ્ય અરૂણાચલ પ્રદેશમાં સ્થળોનું નામ બદલવાના પોતાના મૂર્ખ પ્રયાસો કરી રહ્યું છે. અમે આ રીતના પ્રયાસોનો અસ્વીકાર કરીએ છીએ. મનગઢંત નામ આપવાથી વાસ્તવિકતા નહીં બદલાય કે અરૂણાચલ પ્રદેશ ભારતનું એક અભિન્ન અને અવિભાજ્ય ભાગ છે અને હંમેશા રહેશે.
એસ જયશંકરે શું કહ્યું?
વિદેશ મંત્રીએ સોમવારે પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું કે નામ બદલવાથી કોઇ નહીં મળે. જો હું તમારા ઘરનું નામ બદલું તો શું તે મારૂ થઇ જશે?
કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન મંત્રી કિરન રિજિજૂએ ટ્વીટ કર્યું, “હું અરૂણાચલ પ્રદેશની અંદર 30 સ્થળોને ચીન દ્વારા ગેરકાયદેસર રીતે આપવામાં ચીનના ભૌગોલિક નામોની ટિકા કરૂ છું. ચીન તમામ પાયા વિહોમા દાવા કરતું રહ્યું છે પરંતુ તેનાથી જમીની હકીકત અને ઐતિહાસિક તથ્ય નહીં બદલાય. અરૂણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અંગ છે અને તમામ માનકો અને પરિભાષા અનુસાર અરૂણાચલ પ્રદેશના લોકો પરમ દેશભક્ત ભારતીય છે.”








