Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : 'India has both skill and scale...', PM MODI's address at Jordan Business Meet

VIDEO: 'ભારત પાસે સ્કિલ અને સ્કેલ બંને છે...', જોર્ડન બિઝનેસ મીટમાં PM MODIનું સંબોધન

Timeછેલ્લું અપડેટ : 16 Dec 2025
લાઇવ ટીવીGoogle News
VIDEO: 'ભારત પાસે સ્કિલ અને સ્કેલ બંને છે...', જોર્ડન બિઝનેસ મીટમાં PM MODIનું સંબોધન
સોર્સ : GOOGLE

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રણ દેશોના ચાર દિવસીય પ્રવાસે છે. પીએમ મોદીએ જોર્ડનમાં એક બિઝનેસ મીટને સંબોધિત કરી. આ દરમિયાન બંને દેશો વચ્ચેના સંબંધો પર ચર્ચા કરી હતી. 

App Store

પીએમ મોદીએ કહ્યું, "દુનિયામાં ઘણા દેશોની સાથે બોર્ડર તો મળતી જ હોય છે. કેટલાક દેશોના બજારો પણ મળતા ભળતા હોય છે. પરંતુ ભારત અને જોર્ડનના સંબંધો એવા છે, જ્યાં ઐતિહાસિક વિશ્વાસ અને ભવિષ્યની આર્થિક તકો સાથે મળી રહે છે.

જોર્ડનના રાજા સાથે શું ચર્ચા થઈ?

પીએમ મોદીએ કહ્યું કે, ગત રોજ જોર્ડનના રાજા સાથેની મારી વાતચીતનો સાર એ હતો કે ભૂગોળને તકમાં અને તકને વિકાસમાં કેવી રીતે રૂપાંતરિત કરવી. અમે આ અંગે વિગતવાર ચર્ચા કરી. આજે જોર્ડન એક સેતુ બની ગયું છે જે વિવિધ પ્રદેશો વચ્ચે સહયોગ અને સંકલનને પ્રોત્સાહન આપવામાં નોંધપાત્ર રીતે મદદ કરી રહ્યું છે.

પીએમ મોદીએ વધુમાં કહ્યું, ભારતીય કંપનીઓ જોર્ડનના માધ્યમથી અમેરિકા અને કેનેડા સહિત અન્ય દેશોના બજારોમાં પ્રવેશ કરી શકે છે. હું તમામ ભારતીય કંપનીઓને આ તકનો લાભ લેવા વિનંતી કરીશ.