ભારત-ચીન વચ્ચે LAC પર પેટ્રોલિંગને લઇને બની સહમતિ, વિદેશ મંત્રાલયે આપ્યું નિવેદન
ભારત અને ચીન વચ્ચે LAC પર પેટ્રોલિંગને લઇને નવી સહમતિ બની છે. વિદેશ મંત્રાલયે નિવેદન જાહેર કરીને જાણકા

ભારત અને ચીન વચ્ચે LAC પર પેટ્રોલિંગને લઇને નવી સહમતિ બની છે. વિદેશ મંત્રાલયે નિવેદન જાહેર કરીને જાણકારી આપી છે. ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય ચર્ચાના સવાલ પર વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ કહ્યું, "છેલ્લા કેટલાક અઠવાડિયાથી ભારત અને ચીન વચ્ચે રાજકીય અને સૈન્ય વાર્તા થઇ રહી છે."
વિદેશ સચિવે કહ્યું, "ચીન સાથે LACના મુદ્દા પર અમારી સમજૂતિ થઇ છે. સૈનિકોની વાપસી અને સ્થિતિના સમાધાન માટે પેટ્રોલિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. દ્વિપક્ષીય મુદ્દા પર અમે હજુ પણ સમય અને વ્યવસ્તતાઓના અનુરૂપ કામ કરી રહ્યાં છીએ."






