Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : India-China need to work together, PM Modi gives indirect message to Trump

ભારત-ચીનને સાથે મળી કામ કરવું જરૂરી, PM મોદીએ ટ્રમ્પને આપ્યો આડકતરો સંદેશ

Timeછેલ્લું અપડેટ : 29 Aug 2025
લાઇવ ટીવીGoogle News
ભારત-ચીનને સાથે મળી કામ કરવું જરૂરી, PM મોદીએ ટ્રમ્પને આપ્યો આડકતરો સંદેશ
સોર્સ : GSTV

હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનની મુલાકાતે છે. ત્યારે શુક્રવારે (29 ઓગસ્ટ, 2025) વડાપ્રધાન મોદીએ 'ધ યોમિઉરી શિંબુન'ને આપેલા ઈન્ટરવ્યૂમાં ચીનને લઈને મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ભારત અને ચીનનું મળીને કામ કરવું વૈશ્વિક આર્થિક વ્યવસ્થામાં સ્થિરતા લાવવા માટે મહત્ત્વપૂર્ણ છે. ભારત દ્વિપક્ષીય સંબંધોને રણનીતિક અને દીર્ઘકાલીન દૃષ્ટિકોણથી, એકબીજાના સન્માન, હિત અને સંવેદનશીલતાના આધાર પર આગળ વધવા માટે તૈયાર છે.

App Store

ચીન સાથે વાતચીતની આપી માહિતી

ચીન સાથે સંબંધોમાં સુધારાના મહત્ત્વ પર પૂછવામાં આવેલા સવાલ પર વડાપ્રધાન મોદીએ કહ્યું કે, રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગના નિમંત્રણ પર હું અહીંથી તિયાનજિન જઈશ, જ્યાં હું શંઘાઈ સહયોગ સંગઠન(SCO) શિખર સંમેલનમાં ભાગ લઇશ. ગત વર્ષ કઝાનમાં રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ સાથે મારી બેઠક બાદ અમારા દ્વિપક્ષીય સંબંધોમાં સતત અને સકારાત્મક પ્રગતિ થઈ છે. ભારત અને ચીન વચ્ચે સ્થિર, અનુમાનિત તથા મૈત્રીપૂર્ણ સંબંધો પ્રાદેશિક, વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધિ પર સકારાત્મક અસર કરી શકે છે. 

વૈશ્વિક અર્થતંત્રમાં સ્થિરતા ઉદ્દેશ્ય

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, વિશ્વ અર્થતંત્રમાં હાલની અસ્થિરતાને જોતા ભારત અને ચીન જેવા બે મોટા અર્થતંત્રનું મળીને કામ કરવું જરૂરી છે, જેથી વૈશ્વિક અર્થતંત્રમાં સ્થિરતા લાવી શકાય. ભારત એકબીજાના સન્માન, હિત અને સંવેદનશીલતાના આધાર પર દ્વિપક્ષીય સંબંધોને રણનીતિક અને દીર્ઘકાલિન દૃષ્ટિકોણથી આગળ વધારવા માટે રણનીતિક સંવાદને આગળ વધારવા તૈયાર છે, જેથી બંને દેશોના વિકાસ સંબંધી પડકારોને સંબોધિત કરી શકાય.