Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : India beat South Korea in the final of Asia Cup Hockey

એશિયા કપ હોકીની ફાઇનલમાં ભારતે દક્ષિણ કોરિયાને હરાવ્યું, 4-1 થી મેળવી ભવ્ય જીત

Timeછેલ્લું અપડેટ : 07 Sept 2025
લાઇવ ટીવીGoogle News
એશિયા કપ હોકીની ફાઇનલમાં ભારતે દક્ષિણ કોરિયાને હરાવ્યું, 4-1 થી મેળવી ભવ્ય જીત
સોર્સ : Google

એશિયા કપ હોકીની ફાઇનલમાં ભારતે દક્ષિણ કોરિયા સામે જોરદાર રમત રમી ટાઇટલ જીત્યું છે. ચીનને 7-0થી હરાવીને ફાઇનલમાં પહોંચેલી ટીમે દક્ષિણ કોરિયા સામે 4-1થી મોટી જીત મેળવી છે. ટીમ ટુર્નામેન્ટમાં એક પણ મેચ હારી નથી. ચોથી વખત ભારતે એશિયા કપનો ખિતાબ જીત્યો છે. અગાઉ ભારત 2003, 2007 અને 2017માં ચેમ્પિયન બન્યું હતું. ફાઇનલમાં ભારતે 5 વખતના ચેમ્પિયન કોરિયાને એકતરફી મેચમાં હરાવ્યું હતું. ફાઇનલ જીતીને ભારત 2026ના વર્લ્ડકપ માટે ક્વોલિફાય થવામાં સફળ રહ્યું છે.

App Store

ભારતે કોરિયાને હરાવ્યું

એશિયા કપની ફાઇનલમાં, ભારતે એકતરફી મેચમાં કોરિયાની ટીમને 4-1થી હરાવી હતી. દિલપ્રીતે ટીમ માટે બે ગોલ જ્યારે સુખજીત સિંહ અને અમિત રોહિદાસે એક-એક ગોલ કર્યા હતા. આ મેચના ચારેય ક્વાર્ટરમાં ભારતે ગોલ કર્યા હતા. કોરિયાની ટીમ છેલ્લા ક્વાર્ટરમાં ફક્ત 1 ગોલ કરી શકી હતી.

બંને ટીમ વચ્ચે જોરદાર મુકાબલો

આ ફાઇનલ મેચના પહેલા ક્વોર્ટરની પહેલી જ મિનિટમાં ભારતના સુખજીત સિંહે ગોલ ફટકાર્યો હતો. પહેલો ક્વોર્ટર ખતમ થયા બાદ ભારત 1-0થી આગળ હતું. ત્યાર બાદ બીજા ક્વોર્ટરમાં પણ ભારતે 1 ગોલ ફટકારી 2-0થી લીડ મેળવી હતી. આ દરમિયાન સાઉથ કોરિયાએ અટેકિંગ વ્યૂહનીતિ મુજબ રમવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ ગોલ મારી શક્યા નહોતા. 

ત્રીજા ક્વોર્ટરની છેલ્લી મિનિટમાં ભારતે ફરી એક ગોલ ફટકારીને 3-0થી સરસાઇ મેળવી હતી. ચોથા ક્વોર્ટરમાં ભારત અને સાઉથ કોરિયા બંનેએ એક-એક ગોલ ફટકારતા સ્કોર 4-1 પર પહોંચ્યો હતો, પરંતુ ત્યાર બાદ ભારતીય ટીમે ડિફેન્સ કરીને સાઉથ કોરિયાને એક પણ ગોલ ન મારવા દઇને જીત હાંસલ કરી હતી.