મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: ઈન્ડિયા ગઠબંધનની 1લી નવેમ્બરના રોજ ઓનલાઈન બેઠક યોજાઈ

સોર્સ: gstv

વિપક્ષી ઈન્ડિયા ગઠબંધનની મહત્વપૂર્ણ ઓનલાઈન બેઠક 1 લી નવેમ્બરના રોજ યોજાશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં યોજાનાર આ બેઠકમાં કથિત મત ચોરી અને મતદાર યાદીની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન પ્રક્રિયામાં અનિયમિતતાના મુદ્દે મુખ્ય ચૂંટણી કમિશનર  જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ અંગે રણનીતિ ઘડવામાં આવશે....બેઠકમાં આગામી ૧લી નવેમ્બરે દિલ્હીમાં મુખ્ય ચૂંટણી અધિકારી વિરુદ્ધ યોજાનારી વિરોધ રેલીની તૈયારીઓની પણ સમીક્ષા કરાશે. અગાઉ ૬ઠ્ઠી ઓક્ટોબરે વિપક્ષી નેતાઓએ સંસદથી ચૂંટણી પંચ સુધી કૂચ કરી વિરોધ નોંધાવ્યો હતો, જેમાં રાહુલ ગાંધીએ આકાશવાણી ભવન ખાતે આઠ કલાક ધરણા કર્યા હતા. હવે આ વિરોધને વધુ વેગ આપવા માટે ગઠબંધન દ્વારા આગામી કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો