મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: ચીની સેના સામે ભારતીય સૈન્યનો અદભૂત આક્રમક અંદાજ

સોર્સ: gstv

અરુણાચલ પ્રદેશમાં ચીનની પીપલ્સ લિબરેશન આર્મી સાથે ભારતીય સૈન્યના જવાનો કઈ રીતે સાહસથી ખડેપગે ઉભા છે તેનો વીડિયો સામે આવ્યો છે. તાજેતરમાં થયેલા ફેસઓફ દરમિયાન ભારતીય ઇન્ફન્ટ્રી બટાલિયને અદભુત સાહસ, કમાન્ડ અને શૌર્યનું પ્રદર્શન કર્યું હતું. ચીની સેના દ્વારા કરવામાં આવેલા ઉશ્કેરણીજનક પ્રયાસોનો ભારતીય જવાનોએ મક્કમતાપૂર્વક અને આક્રમક અંદાજમાં સામનો કર્યો હતો. કઠોર ભૌગોલિક પરિસ્થિતિઓ અને અત્યંત મુશ્કેલ હવામાનની પરવા કર્યા વગર આપણા બહાદુર સૈનિકોએ ચીની સૈનિકોને પોતાની સરહદમાં જ પાછા ખદેડી મૂક્યા હતા. આ અથડામણ દરમિયાન ભારતીય ઇન્ફન્ટ્રીના જવાનોએ વ્યુહાત્મક ચપળતા દાખવીને દુશ્મનના તમામ નાપાક મનસૂબા પર પાણી ફેરવી દીધું હતું. આ ઘટના બાદ ભારતીય સેનાની ક્ષમતા અને સતર્કતાને કારણે સમગ્ર સરહદી વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન અને મજબૂત બનાવવામાં આવી છે. દેશની રક્ષા માટે ભારતીય સેનાના જવાનોએ જે વફાદારી અને બહાદુરી બતાવી છે, તેનાથી સમગ્ર દેશમાં ગર્વની લાગણી વ્યાપી ગઈ છે.

આ સમાચાર શેર કરો