VIDEO: સંબલપુરમાં ચોમાસાનો સતત વરસાદ
સોર્સ : GSTV
ઓડિશાના સંબલપુરમાં સક્રિય ચોમાસાની સ્થિતિને પગલે છેલ્લા કેટલાક સમયથી સતત વરસાદ વરસી રહ્યો છે. અવિરત વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. વરસાદી પાણી રસ્તાઓ પર ભરાઈ જતા વાહનવ્યવહાર પર મોટી અસર પડી છે અને લોકોને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વરસાદનું જોર યથાવત રહેવાની આગાહી કરી છે, જેને ધ્યાનમાં રાખીને તંત્ર એલર્ટ મોડ પર છે. ખેડૂતો માટે આ વરસાદ ખેતીકાર્યોમાં મદદરૂપ સાબિત થઈ રહ્યો છે

