VIDEO: રાજૌરી ફોરેસ્ટ ડિવિઝનના વિવિધ જંગલ વિસ્તારોમાં ગઈકાલે મોડી સાંજે અચાનક આગ લાગવાની ઘટનાઓ સામે આવતા તંત્ર દોડતું થયું
રાજૌરી ફોરેસ્ટ ડિવિઝનના વિવિધ જંગલ વિસ્તારોમાં ગઈકાલે મોડી સાંજે અચાનક આગ લાગવાની ઘટનાઓ સામે આવતા તંત્ર દોડતું થયું છે. સૂકા વાતાવરણ અને તેજ પવનને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે જેના લીધે અમૂલ્ય વનસ્પતિ અને વન્યજીવોના આવાસને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. માહિતી મળતા જ વન વિભાગની ટીમ, ફાયર બ્રિગેડ અને સ્થાનિક ગ્રામજનોની મદદથી આગને કાબૂમાં લેવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. દુર્ગમ અને પહાડી વિસ્તાર હોવાથી ફાયર ફાઈટિંગ વાહનોને પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે છતાં કર્મચારીઓ પરંપરાગત પદ્ધતિઓથી આગ ફેલાતી રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે. વન વિભાગે આગ લાગવાના કારણોની તપાસ શરૂ કરી છે. હાલમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી પરંતુ આગને કારણે આસપાસના વિસ્તારોમાં ધુમાડાના ગોટા ફેલાઈ ગયા છે. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

