મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: ઇમરાન ખાનને બોમ્બે હાઇકોર્ટ તરફથી મળી મોટી રાહત

સોર્સ: gstv

બોલિવૂડ અભિનેતા ઇમરાન ખાનને બોમ્બે હાઇકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલા 'લીવ ઇન્ડિયા' નોટિસના અમલ પર કોર્ટે ૨ નવેમ્બર સુધી વચગાળાનો સ્ટે આપ્યો છે.મુંબઈ પોલીસે ૧૦ ઓક્ટોબરે ઓગસ્ટ ક્રાંતિ મેદાન ખાતેના વિરોધ પ્રદર્શનમાં સામેલ થવા બદલ વિદેશી નાગરિકત્વ કાયદાના ઉલ્લંઘનનો આરોપ લગાવી ઇમરાન ખાનને ૨૮ ઓક્ટોબર સુધીમાં ભારત છોડવાની નોટિસ આપી હતી. ઇમરાન ખાને આ નોટિસને ગેરકાયદેસર અને મનસ્વી ગણાવીને હાઇકોર્ટમાં પડકારી હતી. યુએસ નાગરિકત્વ અને OCI કાર્ડ ધરાવતા ઇમરાન ખાનને હવે આગામી સુનાવણી સુધી દેશ છોડવો પડશે નહીં.

આ સમાચાર શેર કરો