VIDEO: દક્ષિણ ૨૪ પરગણામાં ગેરકાયદે બાંધકામ તોડી પડાયું
પશ્ચિમ બંગાળના દક્ષિણ ૨૪ પરગણા જિલ્લાના કૅનિંગ ઈસ્ટ મતવિસ્તારના મૌખાલી વિસ્તારમાં વહીવટી તંત્ર દ્

પશ્ચિમ બંગાળના દક્ષિણ ૨૪ પરગણા જિલ્લાના કૅનિંગ ઈસ્ટ મતવિસ્તારના મૌખાલી વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરીને એક ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે. કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે આ વિધ્વંસ પ્રક્રિયા દરમિયાન ઘટનાસ્થળે સીઆરપીએફ અને સ્થાનિક પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો. મૌખાલી વિસ્તારના બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર અભિનંદન ઘોષે જણાવ્યું કે, સરકારી જમીન પર અનધિકૃત રીતે બનાવવામાં આવેલા આ બાંધકામ વિરૂદ્ધ કાયદાકીય નોટિસ આપ્યા બાદ પણ ખાલી ન કરાતા આ બુલડોઝર એક્શન લેવાઈ છે. વિઝ્યુઅલ્સમાં ભારે સુરક્ષા વચ્ચે જેસીબી મશીનો દ્વારા ગેરકાયદે માળખું તોડી પાડવામાં આવતું જોઈ શકાય છે. તંત્રએ ભવિષ્યમાં પણ આવા અતિક્રમણ સામે કડક કાર્યવાહીની ચેતવણી આપી છે.




