મની લોન્ડરિંગ કેસમાં આરોપીની ધરપકડ પહેલા EDએ કોર્ટની પરવાનગી લેવી પડશે: સુપ્રીમકોર્ટ
સુપ્રીમ કોર્ટે મની લોન્ડ્રિંગ કેસમાં ED દ્વારા કરવામાં આવેલી ધરપકડ પર મહત્ત્વની ટિપ્પણી કરી

સુપ્રીમ કોર્ટે મની લોન્ડ્રિંગ કેસમાં ED દ્વારા કરવામાં આવેલી ધરપકડ પર મહત્ત્વની ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું કે,જો સ્પેશિયલ કોર્ટે મની લોન્ડ્રિંગની ફરિયાદમાં સંજ્ઞાન લીધુ છે તો ED પ્રીવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ (PMLA)ના સેક્શન 19 હેઠળ મળેલી શક્તિઓનો ઉપયોગ કરીને આરોપીની ધરપકડ કરી શક્તિ નથી. ધરપકડ માટે EDએ વિશેષ કોર્ટમાં અરજી આપવી પડશે.
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યુ કે જે આરોપીની EDએ તપાસ દરમિયાન ધરપકડ નથી કરી, તેના પર જામીન મેળવવા માટે PMLAમાં આપવામાં આવેલી કડક શરત લાગુ નહીં થાય. કોર્ટે કહ્યું કે જ્યારે કોર્ટ ચાર્જશીટ પર સંજ્ઞાન લીધા બાદ એવા આરોપીને સમન્સ જાહેર કરે અને તે રજૂ થઇ જાય તો તેને જામીન મળી જશે. આર્ટિકલ 45માં આપવામાં આવેલી જામીનની શરત તેના પર લાગુ નહીં થાય. કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યા બાદ જો ED આવા આરોપીની ધરપકડ કરવા માંગે છે તો કોર્ટની પરવાનગી લેવી પડશે.
EDની ધરપકડ પર સુપ્રીમ કોર્ટે શું કહ્યું?
જસ્ટિસ અભય એસ ઓકા અને ઉજ્જવલ ભુઇયાની પીઠે PMLA કાયદાને લઇને ચુકાદો આપ્યો છે. પીઠે કહ્યું, "જો આર્ટિકલ 44 હેઠળ ફરિયાદના આધાર પર PMLAની કલમ 4 હેઠળના ગુનાનું સંજ્ઞાન લેવામાં આવ્યું છે, તો ED અને તેના અધિકારીઓ કલમ 19 હેઠળની સત્તાનો ઉપયોગ કરીને આરોપી તરીકે નામ આપવામાં આવેલ વ્યક્તિની ધરપકડ નહીં કરી શકે."
પીઠે કહ્યું, "જો ED ગુનેગારની કસ્ટડી માંગે છે તો આરોપી પહેલા સમન્સ
ખંડપીઠે વધુમાં જણાવ્યું હતું કે, "જો ED ગુનાની વધુ તપાસ માટે આરોપીની કસ્ટડી માંગે છે અને સમન્સ જારી કરવામાં આવે ત્યારે આરોપી પહેલેથી જ હાજર થઈ ચૂક્યો છે. આવી સ્થિતિમાં, EDએ વિશેષ અદાલતમાં અરજી કરવી પડશે અને માંગણી કરવી પડશે."
કોર્ટે કહ્યું, "આરોપીનો પક્ષ સાંભળ્યા પછી, વિશેષ અદાલતે અરજી પર આદેશો પસાર કરવા પડશે. EDની અરજી પર સુનાવણી કરતી વખતે, કોર્ટ ત્યારે જ કસ્ટડીની મંજૂરી આપી શકે છે જ્યારે તે સંપૂર્ણ રીતે સંતુષ્ટ હોય કે કસ્ટડીમાં પૂછપરછ જરૂરી છે."








