છત્તીસગઢના સુકમામાં નક્સલીઓએ કર્યો IED બ્લાસ્ટ, CRPFના બે જવાન શહીદ
છત્તીસગઢના સુકમામાં સિલ્ગર વિસ્તારમાં નક્સલવાદીઓ IED બ્લાસ્ટ કર્યો હતો. સિલ્ગર અને ટેકલગુડમ વચ્ચે નક્સલવાદીઓએ પોલીસ ફો

છત્તીસગઢના સુકમામાં સિલ્ગર વિસ્તારમાં નક્સલવાદીઓ IED બ્લાસ્ટ કર્યો હતો. સિલ્ગર અને ટેકલગુડમ વચ્ચે નક્સલવાદીઓએ પોલીસ ફોર્સની ટ્રકને IED બ્લાસ્ટથી ઉડાવી દીધી હતી. જેમાં બે CRPF કોબ્રા 201 બટાલિયનના બે જવાન શહીદ થયા છે.
ઘટના વિશે માહિતી આપતા પોલીસે જણાવ્યું કે વિસ્ફોટ જાગરગુંડા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના સિલ્ગર અને ટેકુલગુડેમની વચ્ચે થયો હતો. પોલીસે જણાવ્યું કે નક્સલવાદીઓ દ્વારા લગાવવામાં આવેલા IED બ્લાસ્ટમાં CRPF કોબ્રા 201 બટાલિયનના બે જવાન શહીદ થયા છે. જ્યારે ટ્રકમાં સવાર અન્ય તમામ સૈનિકો સુરક્ષિત છે.
શહીદ થયેલા જવાનોના નામ
શહીદ થયેલા જવાનોના નામ વિષ્ણુ આર અને શૈલેન્દ્ર છે. સૈનિકોના પરિવારજનોને ઘટનાની જાણકારી આપવામાં આવી છે.






