VIDEO: કેરળ વિધાનસભાની બહાર મોટું વિરોધ પ્રદર્શન
તિરુવનંતપુરમમાં કેરળ વિધાનસભાની બહાર મંગળવારે મોટું વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હતું. ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ્સ ફેડરેશન અને ઓલ ઈન્ડિયા યુથ ફેડરેશન ના કાર્યકર્તાઓએ કેન્દ્ર સરકારની પ્રાઇમ મિનિસ્ટર સ્કૂલ્સ ફોર રાઈઝિંગ ઇન્ડિયા યોજનાના વિરોધમાં જોરદાર દેખાવો કર્યા હતા. આ સંગઠનોની માંગ છે કે કેરળ સરકાર આ યોજનામાંથી તાત્કાલિક બહાર નીકળી જાય. વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ વિધાનસભા તરફ કૂચ કરી હતી અને રાજ્યની શિક્ષણ વ્યવસ્થામાં કેન્દ્રીય દખલગીરીનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. કાર્યકરોનું કહેવું છે કે આ યોજના રાજ્યની સ્વાયત્તતા પર હુમલો સમાન છે. પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે પોલીસે વધારાનો બંદોબસ્ત ગોઠવ્યો હતો અને પ્રદર્શનકારીઓને રોકવા માટે બેરિકેડ્સનો ઉપયોગ કર્યો હતો. આ વિરોધને કારણે વિસ્તારમાં ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી અને વાતાવરણ તણાવપૂર્ણ બન્યું હતું. સરકાર આ મામલે શું નિર્ણય લે છે તે જોવું રહ્યું.

