મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

‘How Prime Minister decide’ પુસ્તકમાં એવું તો શું છે જેને તિહાડ જેલમાં વાંચવા માંગે છે કેજરીવાલ

દિલ્હી લીકર નીતિ સાથે જોડાયેલા મની લૉન્ડ્રિંગ મામલે ધરપકડ કરાયેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોર્ટ પાસે રામા

‘How Prime Minister decide’ પુસ્તકમાં એવું તો શું છે જેને તિહાડ જેલમાં વાંચવા માંગે છે કેજરીવાલ

દિલ્હી લીકર નીતિ સાથે જોડાયેલા મની લૉન્ડ્રિંગ મામલે ધરપકડ કરાયેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોર્ટ પાસે રામાયણ, મહાભારત, ગીતા અને પત્રકાર નીરજા ચૌધરીની હાઉ પ્રાઇમ મિનિસ્ટર ડિસાઇડ પુસ્તક વાંચવા માટે માંગી છે. આ પુસ્તકમાં વડાપ્રધાન કેવી રીતે નિર્ણય લેશે તેના વિશે લખવામાં આવ્યું છે.

આ સિવાય કેજરીવાલે કોર્ટને જેલમાં દવા પણ આપવાની માંગ કરી છે. આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલે આ માંગ દિલ્હીની રાઉજ એવન્યૂ કોર્ટમાં EDની કસ્ટડીનો સમય પૂર્ણ થવા દરમિયાન કરી હતી. મહત્ત્વપૂર્ણ છે કે સુનાવણી દરમિયાન કેજરીવાલને EDની માંગ પર કોર્ટે 15 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો છે. એવામાં કેજરીવાલ તિહાડ જેલમાં રહેશે અને અહીં તેમણે વાંચવા માટે પુસ્તક અને દવાની માંગ કરી છે.

આ પુસ્તકમાં શું છે?

આ પુસ્તકમાં ભારતના છ વડાપ્રધાન કેવી રીતે મોટા નિર્ણય લીધા તેના પર આ પુસ્તક વાત કરે છે. હાઉ પ્રાઇમ મિનિસ્ટર્સ ડિસાઇડ નામથી લખવામાં આવેલા પુસ્તકમાં પુરી પ્રક્રિયા વિશે વાત કરવામાં આવી છે જેમાં વડાપ્રધાનની સ્થિતિ અને મન:સ્થિતિ પર લેખિકાએ જણાવ્યું છે. આ પુસ્તકમાં લેખિકા નીરજા ચૌધરીએ ભારતના વડાપ્રધાનના નિર્ણયો પર વાત કરી છે અને અંતે તેમના નિર્ણયથી કેવી રીતે દેશના ઇતિહાસની દિશા બદલી નાખી.

પુસ્તકમાં છ વડાપ્રધાનની વાત કરવામાં આવી

  • પત્રકાર અને રાજકીય ટિપ્પણીકાર નીરજા ચૌધરીના આ પુસ્તકમાં લેખિકાએ 1980થી 2014 વચ્ચે છ વડાપ્રધાન દ્વારા લેવામાં આવેલા છ મુખ્ય નિર્ણય વિશે જણાવ્યું છે.
  • ઇન્દિરા ગાંધીએ 1980માં સત્તામાં પરત આવવા માટે રણનીતિ તૈયાર કરી હતી, જ્યારે તેમનો 1977માં ઇમરજન્સી બાદ અપમાનજનક પરાજય થયો હતો.
  • રાજીવ ગાંધીએ શાહ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયને ખતમ કરવા માટે માટે કરેલી ન્યાયિક ભૂલો
  • વી.પી.સિંહે પોતાની સરકારને બચાવવા માટે મંડલ આયોગના રિપોર્ટને લાગુ કર્યો, જેને સમકાલીન રાજનીતિના ચહેરાને સ્થાયી રીતે બદલી નાખ્યો
  • રાજીવ ગાંધીએ ચીન સાથે સંબંધમાં સફળતાનો પ્રયાસ અને તૈયારી વગર વિદેશી યાત્રા પર મોકલવાનો પ્રયાસ
  • મનમોહન સિંહે 2008માં વિશ્વાસપાત્ર મત માટે ઉમેદવારોની પસંદગીમાં કરેલા સમજદાર નિર્ણય
  • પી.વી.નરસિંહ રાવની શાનદાર અનિશ્ચિતતાએ બાબરી મસ્જિદના ધ્વંશનું નિર્માણ કર્યું
  • ઝડપથી બદલાતા રાજકીય પરીદ્રશ્યને શાંતિપ્રિય અટલ બિહારી વાજપેયીએ એક પરમાણુ હૉક બનાવી દીધો, જેને પરમાણુ ઉપકરણોના પરીક્ષણને સમર્થન આપ્યું.

આ સમાચાર શેર કરો