મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

મુંબઈ એક્સપ્રેસ હાઈવે નજીક બસ-ટ્રેક્ટરની ભયાનક ટક્કર, પાંચના મોત 42 ઘાયલ

મુંબઈ એક્સપ્રેસ હાઈવે પાસે બસ અને ટ્રેક્ટરની ટક્કર થઈ હતી. ટક્કર બાદ બસ ખાડામાં પડતાં પાંચ લોકોના

મુંબઈ એક્સપ્રેસ હાઈવે નજીક બસ-ટ્રેક્ટરની ભયાનક ટક્કર, પાંચના મોત  42 ઘાયલ

મુંબઈ એક્સપ્રેસ હાઈવે પાસે બસ અને ટ્રેક્ટરની ટક્કર થઈ હતી. ટક્કર બાદ બસ ખાડામાં પડતાં પાંચ લોકોનાં મોત થયાં હતાં. આ અકસ્માતમાં 40થી વધુ લોકો ઘાયલ પણ થયા છે. તમામ ઘાયલોને નજીકની એમજીએમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પાંચના મોત અને 42 ઘાયલ

અકસ્માત અંગે નવી મુંબઈના ડીસીપી વિવેક પાનસરેએ જણાવ્યું કે, લોકો અષાઢી એકાદશીના અવસર પર ખાનગી બસમાં પંઢરપુર જઈ રહ્યા હતા. બસ ટ્રેક્ટર સાથે અથડાઈને ખાડામાં પડી હતી. 42 લોકો ઘાયલ થયા છે, જેમને એમજીએમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે ત્રણ લોકોને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તબીબોએ 5 લોકોના મોતની પુષ્ટિ કરી છે.

ભક્તોથી ભરેલી બસ પંઢરપુર જઈ રહી 


અગાઉ ડીસીપી પંકજ દહાણેએ જણાવ્યું હતું કે અકસ્માત નવી મુંબઈ પોલીસના અધિકારક્ષેત્રમાં થયો હતો. શ્રદ્ધાળુઓથી ભરેલી બસ ડોમ્બિવલીના કેસર ગામથી પંઢરપુર જઈ રહી હતી.

આ સમાચાર શેર કરો