Holi Special Train 2026: હોળી પર વતન જવું છે? રેલવેએ યુપી-બહાર માટે શરૂ કરી સ્પેશિયલ ટ્રેનો, જુઓ આખું લિસ્ટ

Holi Special Train 2026:&nbs

Holi Special Train 2026: હોળી પર વતન જવું છે? રેલવેએ યુપી-બહાર માટે શરૂ કરી સ્પેશિયલ ટ્રેનો, જુઓ આખું લિસ્ટ

Holi Special Train 2026: હોળીના તહેવાર પર મહાનગરોમાં કામ કરતા લાખો લોકો પોતાના ઘરે, ખાસ કરીને ઉત્તર પ્રદેશ (UP) અને બિહાર પરત ફરવાની તૈયારીમાં લાગી ગયા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સૌથી મોટો પડકાર કન્ફર્મ ટ્રેન ટિકિટ મેળવવાનો છે. મુસાફરોની આ વધારાની ભીડને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવેએ હોળીના અવસરે મોટી રાહત આપી છે.

યુપી-બિહારના મુસાફરો માટે ખાસ વ્યવસ્થા
રંગ, ગુલાલ અને સ્વજનો સાથેની હોળીનો ઉત્સાહ હવે નજીક છે. દિલ્હી, મુંબઈ, સુરત, પુણે અને બેંગલુરુ જેવા શહેરોમાંથી લોકો ઘરે પરત ફરી રહ્યા છે. તહેવારોમાં ટ્રેનોમાં લાંબુ વેઇટિંગ લિસ્ટ સામાન્ય વાત છે. આ માંગને પહોંચી વળવા ઉત્તર રેલવેએ અનેક હોળી સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો છે.

જાહેરાત
ટ્રેન નંબર ક્યાંથી ક્યાં સુધી સમયગાળો/દિવસ
04123/24 પ્રયાગરાજ હઝરત નિઝામુદ્દીન 18 ફેબ્રુઆરીથી 9 માર્ચ
04054/53 નવી દિલ્હી બરૌની 20 ફેબ્રુઆરીથી 8 માર્ચ (રોજ)
04060/59 નવી દિલ્હી સુપૌલ 20 ફેબ્રુઆરીથી 8 માર્ચ (રોજ)
04022/21 નવી દિલ્હી ગોરખપુર 20 ફેબ્રુઆરીથી 7 માર્ચ (દર શુક્ર/શનિ)
04209/10 વારાણસી દિલ્હી જં. 24 ફેબ્રુઆરીથી 7 માર્ચ (રોજ)
04213/14 અયોધ્યા કેન્ટ આનંદ વિહાર ફેબ્રુઆરી અને માર્ચના નિયત દિવસો

(નોંધ: આ ટ્રેનો ગાઝિયાબાદ, મુરાદાબાદ, લખનૌ, કાનપુર અને વારાણસી જેવા મુખ્ય સ્ટેશનો પર ઉભી રહેશે.)

સુરક્ષા અને સ્વાસ્થ્યના કડક બંદોબસ્ત
ગયા વર્ષના અનુભવોને ધ્યાનમાં રાખીને રેલવેએ આ વખતે દિલ્હીના મુખ્ય સ્ટેશનો પર એમ્બ્યુલન્સ અને ડોક્ટરોની ટીમ તૈનાત કરી છે. કોઈપણ કટોકટીની સ્થિતિમાં મુસાફરોને સ્ટેશન પર જ પ્રાથમિક સારવાર મળી રહેશે. રેલવે હોસ્પિટલમાં પણ આ સમયગાળા દરમિયાન 30 બેડ અનામત રાખવામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત