VIDEO: મહેસાણાના ડૉ. સાવન દોંગાની કમાલ: કચરામાંથી દવા બનાવી જીત્યો 'Best Research' એવોર્ડ, જાણો શું છે આ ટેક્નોલૉજી
VIDEO: હાલ સરકાર વિકસિત ભારતની વાત કરી રહી છે અને 2047 વિઝનને સાકાર કરવાની દિશામાં મહેસાણાની ગણપત યુનિવર્સિટીના એક પ્રોફેસરે વૈશ્વિક સ્તરે પોતાનો ડંકો વગાડ્યો છે.જેમાં ઘરમાં નિકળતા વેસ્ટ કચરાને ભેગો કરીને તેમાં રિસર્ચ કરીને તેમાંથી દવા કઈ રીતે બને તે અંતર્ગત સંશોધન કરીને બેસ્ટ રિસર્ચ પોસ્ટર પ્રેઝન્ટેશનમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે.
કચરો જે રોજ આપણા ઘરમાંથી નીકળે છે અને આપણે રોડ પર કે પછી કચરાની ગાડીમાં મોકલીને ડમ્પીંગ સાઇડ સુધી આ ઘરમાંથી નિકળતો કચરો ફેંકી દઈએ છીએ પણ એ કચરામાંથી દવા બને અને તેમાં રિસર્ચ થઈ શકે અને તેમાં પણ સમગ્ર વિશ્વમાં પોતાની નામના મળે એને તે કચરામાંથી લેબોરેટરીમાં દવા બનાવા માટે રો-મટીરિયલ તરીકે કામ થઈ શકે તેવી વાત સાથે મહેસાણાની ગણપત યુનિવર્સિટીના અર્બન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ (MUIS)ના પ્રોફેસર ડૉ. સાવન દોંગાએ આદિપુર-કચ્છ ખાતે યોજાયેલી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં બેસ્ટ રિસર્ચ પોસ્ટર પ્રેઝન્ટેશનમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.
સંશોધનની મુખ્ય વિશેષતાઓ
તોલાણી કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સ દ્વારા આયોજિત આ બે દિવસીય કોન્ફરન્સની થીમ Climate Change and Sustainable Development હતી, જેમાં દેશ-વિદેશના 650થી વધુ સંશોધકો અને પ્રોફેસરોએ ભાગ લીધો હતો. Waste to Wealth કચરામાંથી કિંમતી દવાઓનું નિર્માણમાં ડૉ. સાવન દોંગાનું સંશોધન Best from Wasteના સિદ્ધાંત પર આધારિત હતી તેમણે રસોડામાં કચરો ગણીને ફેંકી દેવામાં આવતી ફળ-શાકભાજીની છાલ અને ઠળિયાના વૈજ્ઞાનિક પુનઃઉપયોગ પર ભાર મૂક્યો છે. તેમના સંશોધન મુજબ આ જૈવિક કચરામાં શક્તિશાળી એન્ટી-માઇક્રોબિયલ અને એન્ટી-ઓક્સિડન્ટ ગુણધર્મો રહેલા છે. આ અવશેષોમાંથી બનતી દવાઓ એલોપેથીક દવાઓની આડઅસરો ઘટાડવામાં અને ગંભીર રોગો સામે રક્ષણ આપવામાં મદદરૂપ થઈ શકે છે. આ પદ્ધતિથી ફાર્માસ્યુટિકલ ઉદ્યોગને સસ્તો કાચો માલ મળશે અને પ્રદૂષણમાં પણ ઘટાડો થશે.
આત્મનિર્ભર ભારત તરફ એક ડગલું
આ સિદ્ધિ માત્ર વ્યક્તિગત સફળતા નથી, પરંતુ પર્યાવરણ સંરક્ષણ અને આત્મનિર્ભર ભારતના નિર્માણ તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે.જે થકી કચરા માંથી પણ બેસ્ટ દવા બની શકે છે તે હાલ સાબિત થયું છે જ્યારે હજુ આમાં રિસર્ચ થઈ રહ્યું છે જે નવા આયામો ગણપત યુનિવર્સિટીને ફેકલ્ટીને અને શિક્ષણ નવો મોકો આપી જશે.

