'આ કંગના છે કે તેની માતા, મેકઅપ ધોવાઈ જાત તો...', ભાજપ સાંસદ પર હિમાચલના મંત્રીનું વિવાદિત નિવેદન
ભાજપના સાંસદ અને અભિનેત્રી કંગના રનૌત વિરુદ્ધ હિમાચલ પ્રદેશના મંત્રી અને કોંગ્રેસ નેતા જગત નેગ

ભાજપના સાંસદ અને અભિનેત્રી કંગના રનૌત વિરુદ્ધ હિમાચલ પ્રદેશના મંત્રી અને કોંગ્રેસ નેતા જગત નેગીએ વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. હિમાચલ પ્રદેશ વિધાનસભામાં કોંગ્રેસના નેતા જગત નેગીએ કહ્યું કે કંગના રનૌતે હિમાચલમાં પૂર પ્રભાવિત વિસ્તારોની ત્યારે મુલાકાત લીધી જ્યારે બધું શાંત થઈ ગયું હતું કારણ કે તેમને વરસાદ વચ્ચે આવવું નહોતું. જો તે આવ્યા હોત તો તેમનો મેક-અપ ધોવાઈ ગયો હોત અને પછી લોકો તેમને ઓળખી ન શક્યા હોત કે આ કંગના છે કે તેની માતા.
કેબિનેટ મંત્રી અને કિન્નોરના ધારાસભ્ય જગત નેગીએ વિધાનસભામાં કહ્યું કે 'જો ક્યાંક વાદળ ફાટે અને અમે બે દિવસ પછી પહોંચીએ જેમ કંગનાજી કરી રહી છે... કંગનાજીએ ટ્વિટ કર્યું કે, મને કેટલાક અધિકારીઓ/ધારાસભ્યોએ કહ્યું કે હિમાચલમાં હવામાનનું હાલમાં રેડ અને ઓરેન્જ એલર્ટ છે. એટલે આપ અત્યારે ન આવો. જ્યારે કે તે સમયે તેમના મતવિસ્તારમાં 34 લોકોએ જીવ ગુમાવ્યો હતો, મંડીમાં 9 લોકોએ જીવ ગુમાવ્યો હતો.
જગત નેગીએ વધુમાં કહ્યું કે, ધારાસભ્યોમાં કદાચ જયરામજીએ તેમને ત્યાં ન આવવાની સલાહ આપી હશે, પરંતુ કયા અધિકારીએ તેમને આવું કહ્યું તે જાણવું પડશે. 'જ્યારે બધું બરાબર થઈ ગયું ત્યારે ત્યાં પહોંચ્યા..., વરસાદમાં આપણ તેમને આવવું નહોતું. વરસાદમાં મેકઅપ બગડી જાય તો... આ કંગના છે કે તેની માતા ખબર જ ના પડત. બધું ઠીકઠાક થયા પછી આવી. મગરના આંસુ વહાવીને ચાલી ગઈ. એવું પણ શું કરવું પડ્યું.
જગત નેગીએ વધુમાં કહ્યું કે તેઓ એ જણાવવા માંગતા નથી કે સરકારના મંત્રીઓ અને ધારાસભ્યો આ આપત્તિ દરમિયાન જનતાની સેવા કરવા માટે રાતના 2 વાગ્યા સુધી કેવી રીતે જાગતા રહ્યા. હિમાચલ પ્રદેશમાં ચોમાસા દરમિયાન પૂર અને લેન્ડ સ્લાઈડને કારણે કરોડોનું નુકસાન થયું છે અને ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે. રાજ્ય સરકાર આ લોકોને મદદ કરી રહી છે.






