Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : High-level meeting of CCS chaired by PM Modi

PM Modiની અધ્યક્ષતામાં CCSની હાઈલેવલ બેઠક, અમિત શાહ-રાજનાથસિંહ સહિત આ નેતા હાજર

Timeછેલ્લું અપડેટ : 01 Apr 2026
લાઇવ ટીવીGoogle News
PM Modiની અધ્યક્ષતામાં CCSની હાઈલેવલ બેઠક, અમિત શાહ-રાજનાથસિંહ સહિત આ નેતા હાજર
સોર્સ : gstv

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભીષણ યુદ્ધને એક મહિનો પૂર્ણ થયો છે, તેમ છતાં શાંતિના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. આ ગંભીર વૈશ્વિક સ્થિતિને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી સ્થિત આવાસ ખાતે આજે 1 એપ્રિલે સાંજે 7 વાગ્યે કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી (CCS)ની બીજી બેઠકની અધ્યક્ષતા કરી. સૂત્ર મુજબ આ બેઠકમાં દેશની આંતરિક સુરક્ષા અને વૈશ્વિક અર્થતંત્ર પર પડનારી અસરો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી તેમજ સરકારે પહેલી CCS બેઠકમાં લીધેલા નિર્ણયો અને હાલની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી.

App Store

કોણ કોણ હાજર?

રાજનાથ સિંહ (સંરક્ષણ મંત્રી)
અમિત શાહ (ગૃહ મંત્રી)
એસ. જયશંકર (વિદેશ મંત્રી)
નિર્મલા સીતારામન (નાણાં મંત્રી)
અજીત ડોભાલ (રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર - NSA)

22 માર્ચ 2026ના રોજ મળી હતી CCSની બેઠક

ઉલ્લેખનીય છે કે આ પહેલા 22 માર્ચ 2026ના રોજ પણ CCSની બેઠક મળી હતી. આવતીકાલે (2 એપ્રિલ) અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પશ્ચિમ એશિયાના  યુદ્ધ મુદ્દે રાષ્ટ્રને સંબોધિત કરવાના છે, તે પૂર્વે ભારતની આ બેઠક કૂટનૈતિક દૃષ્ટિએ અત્યંત મહત્વની માનવામાં આવે છે.

ચર્ચાના મુખ્ય મુદ્દાઓ કયા હોઈ શકે?

સૂત્ર મુજબ બેઠકમાં સૌથી વધુ ભાર ભારતની ઊર્જા સુરક્ષા પર આપવામાં આવ્યો હતો. ગલ્ફ દેશોમાંથી ભારત આવતા ઓઈલ અને ગેસ ટેન્કરોનો માર્ગ હોર્મુઝ સ્ટ્રેટ ખૂબ પ્રભાવિત થયો છે. જો કે ભારત પોતાની કૂટનીતિક ક્ષમતાનો ઉપયોગ કરીને કેટલાક ટેન્કરો સુરક્ષિત રીતે પસાર કરવામાં સફળ રહ્યું છે, પરંતુ સ્થિતિ હજુ પણ નાજુક છે. કારણે કે ભારત પોતાની જરૂરિયાતનો 60 ટકા LPG વિદેશથી આયાત કરે છે. જો આ પુરવઠો લાંબો સમય ખોરવાય તો દેશમાં રાંધણ ગેસની તંગી ઉભી થઈ શકે છે, જે સરકાર માટે મોટી ચિંતાનો વિષય છે. યુદ્ધ લાંબુ ખેંચાઇ રહ્યું છે, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ વધવાની શક્યતા અને તેની ભારતીય અર્થતંત્ર પર પડનારી અસર ગંભીર હોય શકે છે, જેથી ભારત સરકાર પશ્ચિમ એશિયાની સ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને કોઈપણ સંભવિત ઈંધણ સંકટને પહોંચી વળવા માટે 'પ્લાન-બી' તૈયાર કરી રહી છે.