મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ચીની મહિલાને 10 લાખનું વળતર આપવા હાઈકોર્ટે આપ્યા આદેશ, જાણો શું છે કેસ?

ચીનની એક મહિલા છેલ્લા પાંચ વર્ષથી ભારતમાં ફસાયેલી છે. ફ્લાઈટ ડાયવર્ઝનને કારણે તે મુંબઈ પહોંચી હતી. તેને દ

ચીની મહિલાને 10 લાખનું વળતર આપવા હાઈકોર્ટે આપ્યા આદેશ, જાણો શું છે કેસ?

ચીનની એક મહિલા છેલ્લા પાંચ વર્ષથી ભારતમાં ફસાયેલી છે. ફ્લાઈટ ડાયવર્ઝનને કારણે તે મુંબઈ પહોંચી હતી. તેને દિલ્હી જવું હતું, મુંબઈ ઉતર્યા બાદ કસ્ટમ અધિકારીઓએ તેની ધરપકડ કરી હતી. તેની પાસેથી કરોડો રૂપિયાનું સોનું જપ્ત કરવામાં આવ્યું હતું. હવે હાઈકોર્ટે મહિલા માટે તેના દેશ ચીન પરત ફરવાનો રસ્તો સાફ કરી દીધો છે.

બોમ્બે હાઈકોર્ટે 2019થી ભારતમાં ફસાયેલી ચીની મહિલાને 10 લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ જારી કર્યો છે. કેન્દ્ર સરકારને આ રકમ ચૂકવવા માટે કહેવામાં આવ્યું છે. હાઈકોર્ટે કહ્યું કે "ભારત સરકારના વર્તન"ને કારણે ચીની મહિલાને જે માનસિક પીડા, આઘાત અને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો તેના માટે યોગ્ય વળતર આપવું જોઈએ. કોર્ટે ઈમિગ્રેશન બ્યુરોને મહિલાને એક્ઝિટ પરમિટ આપવાનો પણ આદેશ આપ્યો છે, જેથી તે પોતાના દેશ ચીન પરત ફરી શકે.

જસ્ટિસ પીકે ચવ્હાણની ખંડપીઠે આ આદેશ 38 વર્ષીય કંગ લિંગ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર આપ્યો છે. ફ્લાઇટ ડાયવર્ઝનને કારણે તે મુંબઈ પહોંચી હતી. આ મહિલા ચીનના શેનડોંગ શેંગની રહેવાસી છે. જસ્ટિસ ચવ્હાણે ચીની મહિલાની 'દયનીય સ્થિતિ'નું અવલોકન કર્યું, જે 12 ડિસેમ્બર 2019માં બેઇજિંગથી ચાઇના એરલાઇન્સમાં ભારત આવી હતી.

ચીનની મહિલાની ફ્લાઈટ દિલ્હી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થવાની હતી, પરંતુ ખરાબ હવામાનને કારણે તેને મુંબઈ ડાયવર્ટ કરવામાં આવી હતી. મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ એરપોર્ટ પર ઉતર્યા બાદ તેણે ગ્રીન ચેનલ પાર કરી હતી પરંતુ કસ્ટમ અધિકારીઓએ તેને એક્ઝિટ ગેટ પર રોકી હતી.

કસ્ટમમાં પૂછવામાં આવતા મહિલાએ જણાવ્યું કે તેને દિલ્હી જવાનું હતું પરંતુ ખરાબ હવામાનને કારણે ફ્લાઈટ ડાયવર્ટ કરવામાં આવી હતી અને તેથી સમય બચાવવા તેણે મુંબઈમાં ઈમિગ્રેશન અને કસ્ટમ્સ ક્લિયર કરીને બીજી ડોમેસ્ટિક ફ્લાઈટ દ્વારા દિલ્હી જવાની યોજના બનાવી છે. . જોકે અધિકારીઓએ મહિલાની ધરપકડ કરી હતી.

મહિલા પાસેથી સોનું જપ્ત કરવામાં આવ્યું હતું

શોધખોળ બાદ મહિલા પાસેથી એક-એક કિલોગ્રામ વજનના દસ પીળી ધાતુના સળિયા મળી આવ્યા હતા. આશરે 10 હજાર ગ્રામ વજનનું 24 કેરેટ સોનું જપ્ત કરવામાં આવ્યું હતું, જેની કિંમત 3,38,83,200 રૂપિયા હતી. બાદમાં મહિલાને જામીન મળી ગયા હતા.

નીચલી અદાલતોએ જામીન આપ્યા હતા

મહિલાએ કોર્ટને જણાવ્યું કે તે સોનું હોંગકોંગ લઈ જઈ રહી હતી, જેનો ઉપયોગ ઘરેણાં બનાવવામાં થવાનો હતો. મહિલાએ જણાવ્યું હતું કે તેણે હોંગકોંગ માટે ફ્લાઇટ બુક કરાવી હતી. બાદમાં તેને ટ્રાયલ કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરવામાં આવી હતી.  જેને સેશન્સ કોર્ટે પણ માન્ય રાખ્યો હતો. કોર્ટે ઈમિગ્રેશન બ્યુરોને મહિલાને એક્ઝિટ પરમિટ આપવાનો આદેશ પણ આપ્યો હતો.

જો કે, એક્ઝિટ પરમિટ જારી કરવામાં આવી ન હતી કારણ કે કસ્ટમ વિભાગે કહ્યું હતું કે તેઓ તેના નિર્દોષ છુટકારો સામે અપીલ દાખલ કરવા જઈ રહ્યા છે. આ પછી મહિલાએ હાઈકોર્ટનો સંપર્ક કર્યો, જ્યાં તેણે એક્ઝિટ પરમિટ માટે ઓર્ડર જારી કરવાની માંગ કરી. હવે કોર્ટના આદેશ અનુસાર, ઇમિગ્રેશન બ્યુરોએ ચીની મહિલાને એક્ઝિટ પરમિટ આપવી પડશે, જેથી તે પોતાના દેશ ચીન પરત ફરી શકે. સાથે મહિલાને પડેલી મુશ્કેલી માટે વળતર ચૂકવવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. 

આ સમાચાર શેર કરો