મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: હેમંત સોરેન પાંચ મહિના બાદ જેલમાંથી આવ્યા બહાર, લોકોએ કર્યું સ્વાગત

ઝારખંડના પૂર્વ સીએમ હેમંત સોરેનને જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં જામીન મળ્યા બાદ જેલમાંથી બહાર આવ્

VIDEO: હેમંત સોરેન પાંચ મહિના બાદ જેલમાંથી આવ્યા બહાર, લોકોએ કર્યું સ્વાગત

ઝારખંડના પૂર્વ સીએમ હેમંત સોરેનને જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં જામીન મળ્યા બાદ જેલમાંથી બહાર આવ્યા છે. છેલ્લા કેટલાય મહિનાઓથી રાંચીની બિરસા મુંડા જેલમાં બંધ સોરેનને હાઈકોર્ટે શુક્રવારે જામીન આપ્યા હતા. હાઈકોર્ટે જામીન અરજી પર ચુકાદો આપતી વખતે 50,000 રૂપિયાના બોન્ડ જમા કરાવવા કહ્યું હતું. હેમંત સોરેન જેલમાંથી બહાર આવ્યા બાદ શુભેચ્છકોનું હાથ હલાવીને અભિવાદન કરતા જોવા મળ્યા હતા. હેમંત સોરેન સાથે તેમના પત્ની કલ્પના સોરેન પણ હાજર હતા.

જણાવી દઈએ કે કેન્દ્રીય તપાસ એજન્સી EDએ 31 જાન્યુઆરીએ ઝારખંડ મુક્તિ મોરચા (JMM) નેતા સોરેનની ધરપકડ કરી હતી.

ત્યારબાદ તેમણે EDની કસ્ટડીમાં રહીને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું અને કમાન તેમના નજીકના સહયોગી ચંપાઈ સોરેનને સોંપી દીધી. ત્યારથી તેમની પત્ની કલ્પના સોરેન પાર્ટીનું કામકાજ જોઈ રહી છે. હવે, ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી પહેલા હેમંત સોરેનને જામીન મળવાથી પાર્ટી માટે મોટી રાહત છે.

હેમંત સોરેનની જામીન અરજી પર ઝારખંડ હાઈકોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે.  13 જૂને સુનાવણી દરમિયાન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને બચાવ પક્ષની દલીલો પૂર્ણ થયા બાદ નિર્ણય સુરક્ષિત રાખવામાં આવ્યો હતો.

આ સમાચાર શેર કરો