મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

હેમંત સોરેન કેબિનેટનો આજે થશે વિસ્તાર, કોંગ્રેસ-RJD સહિત આ નેતા બનશે મંત્રી

ઝારખંડમાં આજે હેમંત સોરેન કેબિનેટનો વિસ્તાર થશે જેમાં કેટલાક ધારાસભ્ય મંત્રી પદના શપથ લેશે. રાજ્યપાલ સંતોષ કુમાર

હેમંત સોરેન કેબિનેટનો આજે થશે વિસ્તાર, કોંગ્રેસ-RJD સહિત આ નેતા બનશે મંત્રી

ઝારખંડમાં આજે હેમંત સોરેન કેબિનેટનો વિસ્તાર થશે જેમાં કેટલાક ધારાસભ્ય મંત્રી પદના શપથ લેશે. રાજ્યપાલ સંતોષ કુમાર ગંગવાર 12.30 વાગ્યે રાજભવનમાં મંત્રીઓને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવશે.

કોંગ્રેસ-RJDમાંથી પણ બનશે મંત્રી

જે ધારાસભ્ય આજે મંત્રી પદના રૂપમાં શપથ લેશે તેમાં સહયોગી પક્ષ કોંગ્રેસ અને RJDના ધારાસભ્ય પણ સામેલ છે. આજે ઝારખંડ મુક્તિ મોર્ચા (JMM)ના 5, કોંગ્રેસના 4 અને RJDના 1 ધારાસભ્ય મંત્રી પદના શપથ લેશે.

RJDમાંથી સંજય પ્રસાદ યાદવ શપથ લેશે જે ગોડ્ડાથી ત્રીજી વખત ધારાસભ્ય બન્યા છે, તેમને ભાજપના અમિત મંડલને હરાવ્યા હતા. સંજય પ્રસાદને લાલુ પરિવારના નજીકના માનવામાં આવે છે.

આ પણ વાંચો: મહારાષ્ટ્ર: દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી પદના આજે લેશે શપથ, મુંબઈના આઝાદ મેદાનમાં સમારોહ

કોંગ્રેસમાંથી આ ધારાસભ્ય મંત્રી પદના લેશે શપથ

રાધાકૃષ્ણ કિશોર, દીપિકા પાંડે સિંહ, ઇરફાન અંસારી, શિલ્પી નેહા ટિર્કી

JMMના આ ધારાસભ્ય બનશે મંત્રી

દીપક બિરૂઆ,હફીઝુલ હસન, સવિતા મહતો, રામદાસ સોરેન, અનંત પ્રતાપ દેવ

આ સમાચાર શેર કરો