મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Ladakh: વાયુસેનાના હેલિકૉપ્ટરનું લદ્દાખમાં ઇમરજન્સી લેન્ડિંગ, કોર્ટ ઓફ ઇન્કવાયરીના આદેશ

ભારતીય વાયુસેનાના એક અપાચે હેલિકૉપ્ટરનું લદ્દાખમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ઉતાર-ચઢાવ ધ

Ladakh: વાયુસેનાના હેલિકૉપ્ટરનું લદ્દાખમાં ઇમરજન્સી લેન્ડિંગ, કોર્ટ ઓફ ઇન્કવાયરીના આદેશ

ભારતીય વાયુસેનાના એક અપાચે હેલિકૉપ્ટરનું લદ્દાખમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ઉતાર-ચઢાવ ધરાવતા વિસ્તાર અને વધુ ઉંચાઇને કારણે હેલિકૉપ્ટરને નુકસાન થયું છે. જોકે, તેમાં સવાર બન્ને પાયલોટ સુરક્ષિત છે. વાયુસેનાએ આ જાણકારી આપી છે.

વાયુસેનાએ આપ્યા તપાસના આદેશ

વાયુસેનાએ ઘટનાના કોર્ટ ઓફ ઇન્કવાયરીના આદેશ આપ્યા છે. IAFએ કહ્યું, ‘IAFના અપાચે હેલિકૉપ્ટરે 3 એપ્રિલે લદ્દાખમાં એક ટ્રેનિંગ દરમિયાન ઇમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. આ લેન્ડિંગની પ્રક્રિયા દરમિયાન ઉતાર-ચઢાવ ધરાવતા વિસ્તાર અને ઉચ્ચ ઉંચાઇને કારણે તેને નુકસાન થયું છે, વિમાનમાં સવાર બન્ને પાયલોટ સુરક્ષિત છે અને તેમણે નજીકના એરબેસ પર લઇ જવામાં આવ્યા છે. કારણ શોધવા માટે કોર્ટ ઓફ ઇન્કવાયરીના આદેશ આપવામાં આવ્યા છે.’

અપાચે હેલિકૉપ્ટરની ખાસિયત

બોઇંગ કંપની દ્વારા બનાવવામાં આવતા અપાચે હેલિકૉપ્ટરની ગણના વિશ્વના ઘાતક હેલિકૉપ્ટરમાં થાય છે, તેની તાકાતનો અંદાજો આ વાત પરથી લગાવી શકાય કે આ મિસાઇલની સાથે સાથે કેટલીક ટેકનિકથી પણ લેસ રહે છે. અપાચે હેલિકૉપ્ટર નાઇટ વિઝન સેન્સર, GPS ગાઇડન્સ અને રાઇફલથી લેસ હોય છે. સાથે જ અપાચે હેલિકૉપ્ટર દુશ્મનની કિલ્લેબંધીને તોડીને તે વિસ્તારમાં ઘુસીને હુમલો કરવામાં સક્ષમ હોય છે. હેલિકૉપ્ટરમાં લાગેલી રાઇફલમાંથી એક વખત 1200 ગોળીઓ લોડિંગ થઇ શકે છે. સાથે જ આ એન્ટી ટેન્ક મિસાઇલથી પણ લેસ હોય છે.

365 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ

અપાચે હેલિકૉપ્ટર 365 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ઉડી શકે છે. અપાચે એટેક હેલિકૉપ્ટરમાં હેલિફાયર અને સ્ટ્રિંગર મિસાઇલ લાગેલી હોય છે અને બન્ને તરફ 30MMની બે ગન છે. આ મિસાઇલના પેલોડ એટલા તીવ્ર વિસ્ફોટકથી ભરેલું હોય છે કે તેનાથી દુશ્મનનું બચી શકવુ મુશ્કેલ હોય છે.

આ સમાચાર શેર કરો