મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: થાણેના દિવા વિસ્તારમાં ભારે વરસાદ: ગટરો ઉભરાતા જળબંબાકાર

મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે દિવા વિસ્તારમાં સ્થિતિ અત્યંત દયનીય

તસવીર: gstv

મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે દિવા વિસ્તારમાં સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે. મુશળધાર વરસાદ બાદ સ્થાનિક ડ્રેનેજ અને ગટરો ઉભરાઈ જતાં સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે. માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાઈ જવાને કારણે વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે અને લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. નીચાણવાળા વિસ્તારો અને અનેક ઘરોમાં ગંદા પાણી ઘૂસી જતાં સ્થાનિક રહીશોની ઘરવખરીને મોટું નુકસાન થયું છે, જેનાથી લોકોમાં વહીવટીતંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચોમાસા પહેલા ગટર સફાઈની યોગ્ય કામગીરી ન થવાને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ હોવાનો આક્ષેપ લોકો કરી રહ્યા છે. કલાકો સુધી પાણીનો નિકાલ ન થતાં વેપારીઓ અને દૈનિક મજૂરોની રોજીરોટી પર માઠી અસર પડી છે અને રોગચાળો ફાટી નીકળવાનો ભય પણ સતાવી રહ્યો છે.

આ સમાચાર શેર કરો