VIDEO : કોલકાતામાં મુશળધાર વરસાદ, વાહનવ્યવહાર થયો પ્રભાવિત
સોર્સ : Gstv
કોલકાતામાં માત્ર એક કલાકના મુશળધાર વરસાદ બાદ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ. રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકો અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા ટ્રાફિક વ્યવસ્થા પણ પ્રભાવિત થઈ છે. હવામાન વિભાગે આગામી કલાકોમાં વધુ વરસાદની શક્યતા વ્યક્ત કરતાં લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે.

