Video: સ્વાસ્થ્ય મંત્રી જે.પી. નડ્ડાની AIIMS મુલાકાતસ્વચ્છતા અભિયાનની લીધી સમીક્ષા

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી. નડ્ડાએ દિલ્હી સ્થિત AIIMS હોસ્પિટલની મુલાકાત લઈ સ્પેશિયલ કેમ્પેન હેઠળ ચલાવવામાં આવી રહેલા સ્વચ્છતા અભિયાનની સર્વાંગી સમીક્ષા કરી હતી. મુલાકાત દરમિયાન તેમણે હોસ્પિટલ પરિસરમાં સ્વચ્છતા, ગંદકી નિકાલ અને સફાઈ કામગીરીની પ્રત્યક્ષ ચકાસણી કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. દર્દીઓને સ્વચ્છ અને રોગમુક્ત વાતાવરણ મળી રહે તે હેતુથી હાથ ધરાયેલી કામગીરી અંગે તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો અને હોસ્પિટલમાં સુઘડતા જાળવી રાખવા પર ભાર મૂક્યો હતો.








