ટેમ્પો અને ટ્રેક્ટર વચ્ચે સામસામે ટક્કર, ભયાનક રોડ અકસ્માતમાં દિવાળી ઉજવવા નીકળેલા 6 લોકોનાં મોત
ઉત્તર પ્રદેશના બદાયુ જિલ્લામાં ગુરૂવારે ભીષણ રોડ અકસ્માતમાં 6 લોકોના મોત થયા

ઉત્તર પ્રદેશના બદાયુ જિલ્લામાં ગુરૂવારે ભીષણ રોડ અકસ્માતમાં 6 લોકોના મોત થયા જ્યારે ઘટનામાં 3 લોકો ગંભીર ઇજાઓ પહોંચી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ટેમ્પોમાં બેસીને દિવાળી ઉજવવા પોતાના ગામ જઇ રહ્યા હતા.
ત્યારે બદાયુ જિલ્લાના મુજરિયા ચોક પાસે બાઇક ચાલકને બચાવવા જતાં ટેમ્પો અને ટ્રેક્ટર વચ્ચે સામસામે ટક્કર થઇ હતી. આ ભીષણ અકસ્માતમાં એક પરિવારના ચાર અને એક જ ગામના બે લોકોના મોત થયા છે. જ્યારે ત્રણ લોકોને ઇજા પહોંચી છે.
આ પણ વાંચો : મેક્સિકોમાં સ્ટીલ પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળી, 12 લોકોના મોત
આ અકસ્માત બાદ સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કેટલાક ઘાયલોની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. મૃતકોમાં બાળકોનો પણ સમાવેશ થાય છે.
અકસ્માતની જાણ થતાં જિલ્લાની ફોર્સ અને ડીએમ એસએસપી ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. રોંડ સાઇડમાં ટ્રેક્ટર જઇ રહ્યું હોવાથી આ દુર્ઘટના સર્જાઇ હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે.
મૃતકોમાં બે બાળકો અને એક ગર્ભવતી મહિલાનો પણ સમાવેશ થાય છે
અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તમામ ઘાયલોને હોસ્પિટલ લઈ ગઈ, જ્યાં ડોક્ટરોએ છ લોકોને મૃત જાહેર કર્યા. મૃતકોમાં એક બાળકનો પણ સમાવેશ થતાં સમગ્ર ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. અકસ્માત બાદ એક કાર પણ ડિવાઈડર સાથે અથડાઈ હતી, જેમાં મુસાફરોને સામાન્ય ઈજા થઈ હતી. પોલીસે ટ્રેક્ટર કબજે કરી લીધું છે, જ્યારે તેનો ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો છે.
ટેમ્પોમાં મુસાફરી કરી રહેલા લોકો નોઈડામાં કામ કરતા હતા અને દિવાળીની રજાઓમાં ઘરે પરત ફરી રહ્યા હતા. નોઈડાથી ટેમ્પોનું બુકિંગ કરાવ્યું હતું. બધા લોકો વહેલી સવારે નોઈડાથી બદાયુ તરફ રવાના થઈ ગયા હતા. ટેમ્પો મુઝરીયા ગામ નજીક પહોંચતા જ અચાનક ખોટી દિશામાંથી એક ટ્રેક્ટર આવીને સીધુ ટેમ્પો સાથે અથડાયું હતું. આ ભયંકર અથડામણને કારણે ટેમ્પોના ટુકડા થઈ ગયા હતા અને સ્થળ પર જ અરેરાટી ફેલાઈ હતી.








