Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Haridwar: Demand to ban entry of non-Hindus at Har Ki Pauri gains momentum, 'No Entry' boards put up at the ghats creates chaos

Haridwar: હર કી પૌડી પર બિન-હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધની માંગે પકડ્યું જોર, ઘાટ પર 'નો એન્ટ્રી'ના બોર્ડ લાગતા ચકચાર

Timeછેલ્લું અપડેટ : 16 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Haridwar: હર કી પૌડી પર બિન-હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધની માંગે પકડ્યું જોર, ઘાટ પર 'નો એન્ટ્રી'ના બોર્ડ લાગતા ચકચાર
સોર્સ : GOOGLE

Haridwar: હરિદ્વારની પવિત્ર 'હર કી પૌડી' પર બિન-હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની માંગ ઘણા સમયથી ચાલી રહી હતી, જેણે હવે વેગ પકડ્યો છે. હર કી પૌડીના ઘાટ પર બિન-હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ અંગેના પોસ્ટરો અને બોર્ડ લગાવવામાં આવ્યા છે.

App Store

હરિદ્વાર હર કી પૌડી શુક્રવારે હરિદ્વારમાં આ મુદ્દે તણાવની સ્થિતિ જોવા મળી હતી. ગંગા સભા દ્વારા હરિદ્વારમાં ગંગાના ઘાટ પર ઠેર-ઠેર બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે, જેમાં લખ્યું છે કે "હર કી પૌડી પર બિન-હિન્દુઓનો પ્રવેશ વર્જિત છે." જોકે, આ બોર્ડમાં કોઈ સંસ્થાનું નામ નથી, પરંતુ નીચે 'આજ્ઞાથી મ્યુનિસિપલ એક્ટ હરિદ્વાર' એવું લખવામાં આવ્યું છે.

કુંભ મેળા પહેલા માંગ વધી ગંગા સભાએ ગત અઠવાડિયે જ જણાવ્યું હતું કે હરિદ્વાર હિન્દુઓ માટે પરમ પવિત્ર સ્થાન છે. લાખો શ્રદ્ધાળુઓ દરરોજ સ્નાન અને પૂજા માટે અહીં આવે છે. હવે હરિદ્વારમાં કુંભ મેળો પણ યોજાવા જઈ રહ્યો છે, તેથી અન્ય ધર્મના લોકોના પ્રવેશ પર પાબંદી હોવી જોઈએ તેવી માંગ ઉઠી છે.

તંત્ર અને ગંગા સભાનું વલણ જ્યારે આ અંગે તંત્રને પૂછવામાં આવ્યું, ત્યારે ગઢવાલ મંડળના કમિશનરે જણાવ્યું કે તેમને આવા બોર્ડ લગાવ્યાની જાણકારી નથી અને તંત્રએ હજુ સુધી આવો કોઈ સત્તાવાર નિર્ણય લીધો નથી. બીજી તરફ, ગંગા સભાના સભ્યો સક્રિય થઈ ગયા છે અને ઘાટ પર આવતા લોકોના આધાર કાર્ડ ચેક કરી રહ્યા છે. તીર્થ પુરોહિતોનું કહેવું છે કે જો અંગ્રેજોના શાસનકાળમાં આ નિયમ હતો, તો અત્યારની સરકારે તેનું પાલન કરાવવામાં શું વાંધો છે?

રાજકીય અને ધાર્મિક પ્રતિક્રિયાઓ

મુખ્યમંત્રી પુષ્કર ધામી: સીએમ ધામીએ પરોક્ષ રીતે આ માંગને સમર્થન આપતા કહ્યું કે હરિદ્વાર દેવભૂમિનું પ્રવેશદ્વાર છે અને તેની પવિત્રતાની રક્ષા થવી જ જોઈએ.

ધીરેન્દ્ર શાસ્ત્રી (બાગેશ્વર ધામ): આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે જેમને હિન્દુત્વથી પરેજ છે અને જેઓ ગંગાને માતા નથી માનતા, તેમને હર કી પૌડી આવવાની શું જરૂર છે?

સમાજવાદી પાર્ટી: સપાના નેતા એસ.ટી. હસને આનો વિરોધ કરતા કહ્યું કે દેશમાં દરેક નાગરિકને સમાન અધિકાર છે અને ધર્મના આધારે રોકટોક બંધારણની વિરુદ્ધ છે.

મર્યાદા અને પવિત્રતાનો પ્રશ્ન તીર્થ પુરોહિતોનું માનવું છે કે ધાર્મિક સ્થળો પર રીલ્સ બનાવતા અને આસ્થાની મજાક ઉડાવતા લોકો પર રોક લગાવવી જરૂરી છે. જોકે, કેટલાક લોકોનું માનવું છે કે ધર્મની પવિત્રતા જાળવવા માટે સંઘર્ષના બદલે અન્ય રસ્તાઓ પણ હોઈ શકે છે.