Video: દિલ્હીમાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ

દિલ્હીના ભારત મંડપમ ખાતે વંદે માતરમ ના 150 વર્ષ પૂર્ણ થવા અને નાડા પ્રભુ કેમ્પેગૌડા ફાઉન્ડેશનની દસમી વર્ષગાંઠ નિમિત્તે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દિલ્હીનાં મુખ્યમંત્રી રેખા ગુપ્તા ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમમાં ભારતીય રાષ્ટ્રગીત વંદે માતરમના ગૌરવશાળી વારસાને યાદ કરવામાં આવ્યો હતો. સાથે જ કેમ્પેગૌડા ફાઉન્ડેશનની દસ વર્ષની સફરની ઉજવણી કરવામાં આવી હતી. ભારત મંડપમ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સાંસ્કૃતિક રજૂઆતો પણ આકર્ષણનું કેન્દ્ર બની હતી.








