Video: હુગલીમાં ભાજપ કાર્યકર્તાઓની ભવ્ય ઉજવણી

પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લામાં તૃણમૂલ કોંગ્રેસના નેતા અને પૂર્વ મંત્રી ઇન્દ્રાનીલ સેનની અટકાયત થતાં ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. અટકાયતના સમાચાર મળતા જ ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ફટાકડા ફોડી તેમજ એકબીજાને મીઠાઈ ખવડાવીને ઉજવણી કરી હતી. ભાજપ નેતાઓએ આ અટકાયતને ભ્રષ્ટાચાર સામેની કાનૂની પ્રક્રિયાની જીત ગણાવી હતી અને તૃણમૂલ સરકારની નીતિઓ સામે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. આ ઘટનાને પગલે વિસ્તારમાં રાજકીય ગરમાવો આવી ગયો છે અને કોઈ અપ્રિય બનાવ ન બને તે માટે પોલીસે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દીધો છે.




