મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ચીનમાં ફેલાયેલા HMPV વાયરસ અંગે ભારત કેટલું તૈયાર? આરોગ્ય મંત્રાલયે જાહેર કર્યું નિવેદન

HMPV Virus : લોકો હજુ કોરોના વાયરસના ડરમાંથી બહાર આવ્યા નથી કે ચીનમાં એક નવો વાયરસ આવી ગયો છે, જેણે સમગ્ર વિશ્વ

ચીનમાં ફેલાયેલા HMPV વાયરસ અંગે ભારત કેટલું તૈયાર? આરોગ્ય મંત્રાલયે જાહેર કર્યું નિવેદન

HMPV Virus : લોકો હજુ કોરોના વાયરસના ડરમાંથી બહાર આવ્યા નથી કે ચીનમાં એક નવો વાયરસ આવી ગયો છે, જેણે સમગ્ર વિશ્વમાં લોકોનું ટેન્શન વધારી દીધું છે. ચીનની હોસ્પિટલોમાં લાંબી લાઈનો જોવા મળે છે અને લોકો માસ્ક પહેરેલા જોવા મળે છે. ખતરો એટલા માટે પણ વધારે છે કારણ કે ચીન ફરીથી નવા વાયરસ વિશે કંઈપણ કહેવા તૈયાર નથી, જેના કારણે ભારત સરકાર સતત તકેદારી રાખી રહી છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.

ભારત પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે : આરોગ્ય મંત્રાલય

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શનિવારે જણાવ્યું હતું કે ભારત માનવ મેટાપ્યુમોવાયરસ (HMPV)ના નવા પ્રકારને લગતી પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. મંત્રાલયે એ પણ ઉલ્લેખ કર્યો છે કે તેણે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ને ચીનની સ્થિતિ અંગે 'સમયસર અપડેટ્સ' પ્રદાન કરવા વિનંતી કરી છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ચીનમાં જોવા મળતી શ્વસન બિમારીઓમાં વધારો મોસમી ફ્લૂ પેટર્ન સાથે સુસંગત છે. કેસોમાં વધારો મુખ્યત્વે ઈન્ફલ્યુએન્ઝા વાયરસ, રેસ્પિરેટરી સિન્સિટિયલ વાયરસ (RSV) અને માનવ મેટાપ્યુમોવાયરસ (HMPV) - ફલૂ સિઝન સાથે સંકળાયેલા તમામ સામાન્ય રોગાણુઓને કારણે છે.

ભારત શ્વસન સંબંધી રોગોનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર 

આરોગ્ય મંત્રાલયે ટ્વીટ કર્યું કે, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે છેલ્લા કેટલાક સપ્તાહમાં ચીનમાં શ્વસન સંબંધી રોગોના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને જોઈન્ટ મોનિટરિંગ ગ્રુપની બેઠક બોલાવી છે. આરોગ્ય મંત્રાલય તમામ ઉપલબ્ધ ચેનલો દ્વારા ચીનની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને WHOને પરિસ્થિતિ અંગે સમયસર અપડેટ્સ શેર કરવા વિનંતી કરવામાં આવી છે. ભારત શ્વસન સંબંધી રોગોનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે, દેખરેખમાં કોઈ અસામાન્ય વધારો જોવા મળ્યો નથી.

હાલમાં ભારતમાં HMPVનો કોઈ કેસ આવ્યો નથી

નિષ્ણાતો માને છે કે હ્યુમન મેટાપ્યુમોવાયરસ એટલે કે  HMPV  પણ કોરોના વાયરસ જેટલો ઘાતક હોઈ શકે છે અને તે હવાથી ફેલાતો રોગ છે. અહેવાલ મુજબ, HMPV સામાન્ય રીતે હવામાં ઉધરસ અથવા છીંકમાંથી મુક્ત થતા શ્વાસોચ્છવાસના ટીપાઓ દ્વારા તેમજ દૂષિત સપાટીઓ અથવા વસ્તુઓને સ્પર્શ કરવાથી ફેલાય છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે હાલમાં ભારતમાં HMPVનો કોઈ કેસ આવ્યો નથી. આ કારણે અત્યારે ડરવાનું કંઈ નથી. જો કે, નિષ્ણાતોનું કહેવું છે કે આ અંગે સાવચેત રહેવાની જરૂર છે, નહીં તો તે મોટો ખતરો બની શકે છે.

આ સમાચાર શેર કરો