મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ન્યૂઝીલેન્ડ ભણવા માટે જવા માંગતા વિદ્યાર્થીઓ માટે ગુડ ન્યૂઝ: ભારત સાથે કર્યો મહત્ત્વપૂર્ણ કરાર

ન્યૂઝીલેન્ડમાં અભ્યાસ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે સાર

ન્યૂઝીલેન્ડ ભણવા માટે જવા માંગતા વિદ્યાર્થીઓ માટે ગુડ ન્યૂઝ: ભારત સાથે કર્યો મહત્ત્વપૂર્ણ કરાર

ન્યૂઝીલેન્ડમાં અભ્યાસ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સોમવારે MoU કરવામાં આવ્યા છે. જેમાં હવે ભારતમાંથી વધારેમાં વધારે વિદ્યાર્થીઓ ન્યૂઝીલેન્ડ જઈ શકશે તેમજ ત્યાથી પણ વિદ્યાર્થીઓ ભારતમાં ભણવા આવશે. આ સિવાય સાયન્સ, ઈનોવેશન અને અન્ય ક્ષેત્રોમાં પણ બંને દેશોનાં વિદ્યાર્થીઓ સાથે મળીને કામ કરશે. 

ન્યૂઝીલેન્ડના પીએમ ક્રિસ્ટોફર લુક્સન પાંચ દિવસીય ભારતની મુલાકાતે છે. તેમની સાથે ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ પણ આવ્યું છે. જેમાં ન્યૂઝીલેન્ડ સરકારના કેટલાક મંત્રી અને ઉચ્ચઅધિકારીઓ પણ ભારત આવ્યા છે. પીએમ મોદી સાથે મુલાકાતમાં બંને પીએમ સાથે કેટલાક મુદ્દાઓ પર સહમતિ સાથે MoU કરવામાં આવ્યા છે. જેમાં શિક્ષણ, સાયન્સ, ટેકનોલૉજીથી લઈને બંને દેશો વચ્ચે કરાર કરવામાં આવ્યા છે. જેમાં શિક્ષણ પ્રણાલીમાં સહિયારા સહયોગ સાથે બંને દેશોના વિદ્યાર્થીઓને સારી સુવિધા આપવા અંગે પણ ચર્ચા થઈ હતી. 

ન્યૂઝીલેન્ડમાં કેટલા છે ભારતીય વિદ્યાર્થીઓ
ન્યૂઝીલેન્ડમાં વર્તમાન સમયમાં આશરે 70 હજાર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ વિદ્યાર્થીઓ વિવિધ દેશોના છે. જેમા 11 ટકાથી વધુ વિદ્યાર્થીઓ ભારતના છે. જેમાં ખાસ વાત એ છે કે, ન્યૂઝીલેન્ડમાં અભ્યાસની તકો વધુ રહેલી છે અને અહીં નોકરીની તકો પણ સૌથી વધુ છે. જેમાં ખાસ વાત એ છે કે, 3 મહિનાથી વધુ સમયના કોર્સ માટે જ વિદ્યાર્થીઓને સ્ટુડેન્ટ વીઝા લેવા પડે છે. 

ભારત - ન્યૂઝીલેન્ડ શિક્ષણ કરારમાં મહત્ત્વના પોઈન્ટ
વધુ ભારતીય વિદ્યાર્થીઓને ન્યૂઝીલેન્ડમાં અભ્યાસ કરવાની તક મળશે.
ન્યૂઝીલેન્ડના વિદ્યાર્થીઓ પણ ભારતમાં આવીને ઉચ્ચશિક્ષણ પ્રાપ્ત કરી શકશે.
બંને દેશોની વિશ્વવિદ્યાલયો વચ્ચે શૈક્ષણિક સહયોગ વધશે. 
સાયન્સ, ઈનોવેશન અને ટેકનોલોજી ક્ષેત્રોમાં સંયુક્ત સંશોધનમાં પ્રોત્સાહન મળશે. 
પરંપરાગત ચિકિત્સા, યોગ, ભારતીય સંગીત અને સંસ્કૃતિના આદાન-પ્રદાનને પ્રોત્સાહિત કરી શકાશે. 

ભારત અને ન્યૂઝીલેન્ડ સાથે શું કરાર થયા
ભારત અને ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન વચ્ચે કરાર થયા છે કે, બંને દેશો વચ્ચે શૈક્ષણિક સંબંધોને મજબૂત કરવામાં આવશે. તેના માટે બંને દેશના નેતાઓને ન્યૂઝીલેન્ડમાં સારા પાઠ્યક્રમ અને કોર્સની તપાસ કરશે. ભારતીય વિદ્યાર્થીઓને વધુમાં વધુમાં વધુ તક આપવામાં આવે તેવો વાયદો કરવામાં આવ્યો છે. આ સિવાય સાયન્સ, ઈનોવેશન અને ટેકનોલોજી સહિત કૌશલ્ય વિકાસમાં તક આપવાનો વાયદો કર્યો છે. બંને દેશો વચ્ચે વ્યાવસાયિકો અને સારા કર્મચારીઓ માટે પણ ન્યૂઝીલેન્ડની પરિસ્થિતિઓ સુધારવા માટે એક કરાર કરવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો