મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

100 કરોડના પ્રાઈવેટ સ્કૂલ કૌભાંડ મામલે પૂર્વ શિક્ષણમંત્રીની ધરપકડ, હાઈકોર્ટે જામીન નકાર્યા ને ગણતરીની મિનિટોમાં પોલીસ ત્રાટકી!

100 કરોડના પ્રાઈવેટ સ્કૂલ કૌભાંડ મામલે પૂર્વ શિક્ષણમંત્રીની ધરપકડ, હાઈકોર્ટે જામીન નકાર્યા ને ગણતરીની મિનિટોમાં પોલીસ ત્રાટકી!
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

તમિલનાડુના રાજકારણમાં મોટો ભૂકંપ આવ્યો છે. રાજ્યના પૂર્વ શાળા શિક્ષણ મંત્રી અને DMK ના વરિષ્ઠ નેતા અન્બિલ મહેશ પોય્યામોઝીની આશરે ₹૧૦૦ કરોડના પ્રાઇવેટ સ્કૂલ કૌભાંડ (Private School Scam) મામલે ધરપકડ કરવામાં આવી છે. મદ્રાસ હાઈકોર્ટે તેમની આગોતરા જામીન અરજી ફગાવી દીધાની ગણતરીની મિનિટોમાં જ ગ્રેટર ચેન્નાઈ પોલીસની સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચ (CCB) દ્વારા આ આકરી કાર્યવાહી કરવામાં આવી હતી.

શું છે સમગ્ર કૌભાંડ?

મળતી માહિતી મુજબ, આ સમગ્ર મામલો ખાનગી શાળાઓને કાયદેસર મંજૂરી અને માન્યતા (Recognition & Approvals) આપવા સાથે સંકળાયેલો છે. અન્બિલ મહેશ પર આરોપ છે કે તેમણે શિક્ષણ મંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન 'પાર્ટી ફંડ'ના નામે ૧,૦૦૦થી વધુ ખાનગી શાળા સંચાલકો પાસેથી કરોડો રૂપિયાની ગેરકાયદે વસૂલાત કરી હતી.

લાંચના બદલામાં વહેંચાઈ કાયમી માન્યતાઓ

તપાસ એજન્સીના જણાવ્યા મુજબ, મોટી રકમની લાંચ સ્વીકારીને નિયમો નેવે મૂકીને ખાનગી શાળાઓને કાયમી માન્યતા અને વહીવટી મંજૂરીઓ આપવામાં આવી હતી. સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચ (CCB) દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆરમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ (Prevention of Corruption Act) હેઠળ ગંભીર કલમો લગાવાઈ છે. પૂર્વ મંત્રીની ધરપકડ બાદ તમિલનાડુના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

આ સમાચાર શેર કરો