મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

1984 શિખ રમખાણ સાથે જોડાયેલા કેસમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ સજ્જન કુમાર દોષિત

1984 શિખ રમખાણ સાથે જોડાયેલા કેસમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ સજ્જન કુમારને દોષિત જાહેર કરવામ

1984 શિખ રમખાણ સાથે જોડાયેલા કેસમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ સજ્જન કુમાર દોષિત

1984 શિખ રમખાણ સાથે જોડાયેલા કેસમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ સજ્જન કુમારને દોષિત જાહેર કરવામાં આવ્યા છે.1984 શિખ રમખાણ સાથે જોડાયેલી ઘટનામાં સરસ્વતી વિહારમાં બે શિખોની હત્યા કેસમાં રાઉજ એવેન્યુ કોર્ટે કોંગ્રેસના નેતા સજ્જન કુમારને દોષિત ગણાવ્યા છે. 1 નવેમ્બર 1984ને સરસ્વતી વિહારમાં જસવંત સિંહ અને તેમના પુત્ર તરૂણદીપ સિંહની હત્યા કેસમાં સજ્જન કુમાર આરોપી હતો. સજ્જન કુમારની સજા પર 18 ફેબ્રુઆરીએ વધુ સુનાવણી હાથ ધરાશે.


આ કેસ 1984 શીખ વિરોધી રમખાણો દરમિયાન દિલ્હીના સરસ્વતી વિહારમાં બે વ્યક્તિઓની હત્યા સાથે સંબંધિત છે. 1 નવેમ્બર, 1984ના રોજ જસવંત સિંહ અને તેમના પુત્ર તરુણદીપ સિંહની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં શરૂઆતમાં પંજાબી બાગ પોલીસ સ્ટેશને કેસ નોંધ્યો હતો, પરંતુ ત્યારબાદ એક ખાસ તપાસ ટીમે તપાસ હાથ ધરી હતી.

16 ડિસેમ્બર, 2021ના રોજ, કોર્ટે કુમાર વિરુદ્ધ આરોપો ઘડ્યા અને તેમની વિરુદ્ધ પ્રથમ દૃષ્ટિએ કેસ હોવાનું જણાયું. ફરિયાદ પક્ષના જણાવ્યા અનુસાર, ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યાનો બદલો લેવા માટે ઘાતક શસ્ત્રોથી સજ્જ એક વિશાળ ટોળાએ મોટા પાયે લૂંટ, આગચંપી અને હુમલા કર્યા હતા. આ હુમલામાં અનેક શીખ લોકોની મિલકતોનો નાશ કર્યો હતો.

ફરિયાદ પક્ષે આરોપ લગાવ્યો હતો કે ટોળાએ ફરિયાદી જસવંતની પત્નીના ઘર પર હુમલો કર્યો હતો. તેના પતિ અને પુત્રની હત્યા કરવામાં આવી હતી અને તેનો સામાન લૂંટી લેવામાં આવ્યો હતો. આ પછી તેના ઘરને આગ લગાવી દેવામાં આવી.

સજ્જન કુમાર સામે કેસ ચલાવવાના કોર્ટના આદેશમાં પહેલી નજરે એવો અભિપ્રાય સહિત પુરાવા મળ્યા કે તે માત્ર સહભાગી જ નહીં પરંતુ ટોળાનો લીડર પણ હતો.  

આ સમાચાર શેર કરો