Video: દાલ સરોવર પર ધુમ્મસ

સોર્સ: gstv

શ્રીનગરમાં ઠંડીના ચમકારા સાથે દાલ સરોવર પર ગાઢ ધુમ્મસ છવાતા આહલાદક અને નયનરમ્ય દૃશ્યો સર્જાયા હતા. ધુમ્મસના કારણે સરોવરની સુંદરતામાં ઓર વધારો થયો હતો, જેને નિહાળવા સહેલાણીઓ ઉમટી પડ્યા હતા. કડકડતી ઠંડી અને ધુમ્મસભર્યા વાતાવરણ વચ્ચે પ્રવાસીઓએ શિકારામાં બેસીને કુદરતી સૌંદર્યની મજા માણી હતી અને યાદગાર પળોને કેમેરામાં કેદ કરી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત