VIDEO: રાયગઢમાં ભારે વરસાદથી જળબંબાકાર
મહારાષ્ટ્રના રાયગઢમાં છેલ્લા કેટલાક કલાકોથી પડી રહેલા મુશળધાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. સતત વરસી રહે

મહારાષ્ટ્રના રાયગઢમાં છેલ્લા કેટલાક કલાકોથી પડી રહેલા મુશળધાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. સતત વરસી રહેલા વરસાદને લીધે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતા વાહનવ્યવહાર પણ ખોરવાઈ ગયો છે. હવામાન વિભાગે રાયગઢમાં આગામી સમય માટે પણ રેડ એલર્ટ જાહેર કર્યું છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને સાવચેત રહેવા અને અત્યંત જરૂરિયાત વગર ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.




