Video: હરિયાણાના જીંદમાં બે વાહનો સામસામે અથડાતા પાંચ લોકો ઈજાગ્રસ્ત, સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

સોર્સ: gstv

હરિયાણાના જીંદ જિલ્લામાં બે વાહનો વચ્ચે સામસામે જોરદાર ટક્કર થતા ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બંને વાહનોમાં સવાર પાંચ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને વાહનોને પણ મોટું નુકસાન પહોંચ્યું હતું. અકસ્માતની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સ્થાનિક લોકોની મદદથી બચાવ કામગીરી હાથ ધરી હતી. પોલીસે તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની જનરલ હોસ્પિટલમાં ખસેડ્યા છે અને અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત