જાતિગત જનગણનાથી લઇને શેરડીના ખેડૂતોને લાભ, મોદી કેબિનેટમાં લેવામાં આવ્યા પાંચ મોટા નિર્ણય
પહેલગામ આતંકી હુમલા બાદ પ્રથમ વખત કેન્દ્રીય મંત્રી મંડળની બેઠક મળી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ

પહેલગામ આતંકી હુમલા બાદ પ્રથમ વખત કેન્દ્રીય મંત્રી મંડળની બેઠક મળી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં જાતિગત જનગણના કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મેઘાલયથી આસામ માટે નવા કોરિડોરને પણ મંજૂરી આપવામાં આવી છે.આ સિવાય કેબિનેટ બેઠકમાં શેરડીના ખેડૂતો માટે FRP વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
મેઘાલયથી આસામ સુધી નવો હાઇવે- સિલચરથી શિલોન્ગ કોરીડોરને મંજૂરી
સિલચરથી શિલોગ નોર્થઇસ્ટ સેક્ટરમાં પ્રોજેક્ટ હાઇસ્પીડ કોરીડોર આસામને જોડતા એપ્રુવ થયું છે. અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આ કોરિડોર નોર્થઇસ્ટ માટે મહત્ત્વનો સાબિત થશે.166 KMના આ હાઇવે માટે 22 હજાર કરોડથી વધુનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે.
ખેડૂતોના હિત માટે નિર્ણય લેવામાં આવ્યા
મોદી સરકાર દ્વારા ખેડૂતોના હિત માટે નિર્ણય લેવામાં આવ્યા છે. શેરડીના ખેડૂતોને મોદી સરકારે રાહત આપી છે. શેરડીમાં FRP વધારવામાં આવી છે.
કેબિનેટે શેરડીના ખેડૂતોને મોટી ભેટ આપી છે. સરકારે શેરડીનું FRP વધારવાનો નિર્ણય લીધો છે. સરકારે શેરડીની કિંમત વધારીને 355 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરી દીધી છે.
જાતિગત જનગણના કરાવશે મોદી સરકાર
મોદી સરકારે જાતિગત વસ્તીગણતરી કરવાનો નિર્ણય કર્યો છે. અશ્વિની વૈષ્ણવે માહિતી આપતા કહ્યું કે,કોંગ્રેસની સરકારે જાતિ જનગણાનો વિરોધ કર્યો છે. વર્ષ 2010માં તત્કાલીન વડાપ્રધાન સ્વર્ગીય મનમોહન સિંહે આશ્વાસન આપ્યું હતું કે જાતિગત જનગણના પર વિચાર કરવામાં આવશે જેમાં મોટા ભાગના પક્ષોએ જાતિગત જનગણનાની માંગ કરી હતી.જોકે, કોંગ્રેસની સરકારે જાતિગત જનગણના કરાવી નહતી. જાતિ જનગણનાના વિષયને પોતાના રાજકીય લાભ માટે ઉપયોગ કર્યો.
સમાજ આર્થિક અને સામાજિક દ્રષ્ટીથી મજબૂત થશે. 30-4-2025માં વડાપ્રધાન મોદીના જાતિગત જનગણનાને આગામી જનગણનામાં સામેલ કરવામાં આવશે.








